સમગ્ર મોરબી જિલ્લાના સરકારી પ્રાથમિક શિક્ષણ માટે ગૌરવરૂપ ઘટના : અમદાવાદ ખાતે યોજાયેલા દિતિય પ્રતિબદ્ધતા સન્માન સમારોહમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનને સન્માનપત્ર એનાયત કરાયુંમોરબી : હાલમાં દિન પ્રતીદિન સરકારી પ્રાથમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો પ્રવાહ ખાનગી શાળાઓ તરફ વળી રહ્યો છે ત્યારે મોરબીમાં ઉલતું ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવાહ વળ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકામાં ખાનગી શાળામાંથી ધોરણ 2 થી 8 માં કુલ 1098 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવી સરકારી શાળાઓના શિક્ષકો અને શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા અને કટીબ્ધતા વ્યક્ત કરી છે,આ બાબતની નોંધ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ લઈને આજે ટાગોર હોલ,પાલડી અમદાવાદ ખાતે યોજાયેલા પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં શિક્ષણ સમિતિની ચેરમેન ગુલામભાઈ પરાસરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ ને સુંદર પ્રશસ્તિપત્ર અર્પણ કરતા કર્યું હતું. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સન્માનપત્ર આપતા જણાવ્યું હતું કે,ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપના માધ્યમથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મફત,ફરજીયાત અને સાર્વત્રિક શિક્ષણના બંધારણીય સઁકલ્પ સાથે ઉત્તમ સંચાલન થઈ રહ્યું છે,મહત્તમ ભૌતિક સુવિધાઓથી સુસજ્જ શાળાઓમાં અદ્યતન ટેકનોલોજી, નાવીન્યપૂર્ણ પ્રયોગો તથા નૂતન અભિગમના સમન્વયથી ગુણવત્તા યુક્ત શિક્ષણ માટેનું અનેરું ભાવાવરણ નિર્માણ પામ્યું છે, સરકારી પ્રાથમિક શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ અપાઈ રહ્યું તેવી શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી છે આ શ્રધ્ધાભાવને દ્રઢ કરવામાં આપ સૌ શિક્ષકોની ઉત્કૃષ્ઠ કામગીરીએ મહત્વનો ભાગ ભજવ્યો છે,અને સરકારની હમેશાં એવી અપેક્ષા રહી છે કે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ વધુ ને વધુ સરકારી શાળામાં પ્રવેશ મેળવે, સરકારની આ અપેક્ષા પરિપૂર્ણ કરવામાં ગુરુજનો કટિબદ્ધ અને પ્રતિતબદ્ધ બન્યા છો એ બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખે આ એવોર્ડ મોરબી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં કાર્યરત તમામ ગુરુજનોને અર્પણ કરતા જણાવ્યું કે મોર જેમ પીંછાથી રળિયામણો લાગે છે એમ આ એવોર્ડના સાચા હકદાર મારા તમામ શિક્ષકો ભાઈઓ અને બહેનો છે,એમની મહેનત અને કર્તવ્યનિષ્ઠાના પરિણામે જ મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજયમાં ગુંજતું થયું છે,મીરબી ભવિષ્યમાં પણ આવી પ્રસંશનીય કામગીરી મારા ગુરુજીઓ કરતા રહેશે અને મોરબી જિલ્લાના આ અનેરા સન્માન બદલ સન્માનના સાચા યશભાગી સૌ ગુરુજનોને પોતાને મળેલ એવોર્ડ અર્પણ કરી સૌની મહેનતને બિરદાવી છે અને અભિનંદન પાઠવ્યા છે.