મોરબી અપડેટ : સંચાલન સંબંધિત (ઓપરેશનલ) કારણોસર ઓખા સ્ટેશને આવતી બે ટ્રેનોના આગમન સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ આ અંગેની વિગતવાર માહિતી આપી છે.ટ્રેનોના સુધારેલા સમયની વિગત1) ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા મેલ: ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા મેલનો ઓખા સ્ટેશને વર્તમાન નિર્ધારિત આગમન સમય 14:20 વાગ્યાનો છે, જેને 30 મિનિટ વધારીને 14:50 વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ સુધારેલો સમય તત્કાલ અસરથી લાગુ કરવામાં આવ્યો છે.2) ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ: ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસનો ઓખા સ્ટેશને વર્તમાન નિર્ધારિત આગમન સમય 18:50 વાગ્યાનો છે, જેને 20 મિનિટ વધારીને 19:10 વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ સુધારેલો સમય 20 ઓગસ્ટ 2026થી નાથદ્વારાથી ઉપડતી ટ્રેન પર લાગુ થશે.નોંધનીય છે કે બંને ટ્રેનોના સમયમાં ફેરફાર માત્ર ઓખા સ્ટેશને તેમના આગમન માટે જ કરવામાં આવ્યો છે. ઓખા સ્ટેશન સિવાય અન્ય કોઈ પણ સ્ટેશને આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનના સુધારેલા સમયની માહિતી મેળવી લે અને તે મુજબ જ તેમની મુસાફરીનું આયોજન કરે.