ગુજરાત ગેસના એમડી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોની મુલાકાત: આગામી અઠવાડિયે દિલ્હીમાં સેન્ટ્રલ કમિટી સમક્ષ રજૂઆત કરાશે મોરબી : આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડની ઓફિસમાં હાલની ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.એસોસિએશન તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ નરેન્દ્રભાઈ સંઘાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી● ગેસના ભાવ મુદ્દે: ગેસ કંપનીએ પોઝિટિવ અભિગમ દર્શાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને કમિટી સાથે ફરી 15/4 ના રોજ બેઠક યોજીને ભાવ અંગે નિર્ણય લેવાશે.● બેન્ક ગેરંટી મુદ્દે: બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.● MGO વપરાશ મુદ્દે: 100% વપરાશના નિયમમાં રાહત આપીને 80 થી 85% વપરાશ માટે પણ પોઝિટિવ પ્રતિસાદ આપવામાં આવ્યો છે.વધુમાં, આવતા અઠવાડિયામાં કમિટી દ્વારા નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસના અસહ્ય ભાવ સામે તાજેતરમાં જ ઉદ્યોગકારોએ મોરબી સ્થિત ગુજરાત ગેસની ઓફિસે રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiCeramicAssociation #GujaratGas #CeramicIndustry #MorbiNews #GasPrice #GandhinagarMeeting