આગામી 26 જાન્યુઆરીથી નવી વ્યવસ્થાનો રાજ્યમાં થશે પ્રારંભ : રાજ્યમાં નવા ફાયર NOC હવે ઓનલાઇન મળશે : પારદર્શી ત્વરિત ઓનલાઇન સીસ્ટમનું પોર્ટલ વિકસાવવામાં આવશે : ફાયર - ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે યુવા અને ખાનગી ઈજનેરોને અગ્નિશમન ક્ષેત્રમાં મોટી તક: ફાયર સાયન્સના અભ્યાસ કરેલા યુવાનોને મોટાપાયે સ્વરોજગારીની તકો: ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ઇમ્પેનલ્ડ કરી ખાનગી પ્રેકટિસની મંજૂરી અપાશે: ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વિશાળ કેડર ઉભી થશે: મોરબી : રાજ્યમાં છાસવારે બનતા આગ લાગવાના બનાવો અને તેમાં હોમાતી અમૂલ્ય માનવ જિંદગી બચાવવા ઉદ્દેશ તેમજ ગુજરાતને ફાયર સેફટીમાં મોડેલ સ્ટેટ બનાવવાની કાર્યવાહીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રવિવારે ગાંધીનગરમાં નવી ફાયર સેફટી નિયમાવલી સંદર્ભે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યમાં લાગુ થનાર ફાયર સેફટી વિષયક નિયમો અને આગમી વ્યવસ્થા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આગામી 26 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહેલા ફાયર સેફટીના નવા નિયમોમાં મુખ્યત્વે, નવુ ફાયર Noc હવે ઓનલાઈન મળશે. ફાયર સેફટી માટે એનઓસી રીન્યુ ઓનલાઇન કરાવી શકાશે તેમજ પેમેન્ટ પણ ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન સિસ્ટમ માટે પોર્ટલની શરૂઆત કરાશે. ફાયર સેફટીનો અભ્યાસ કરેલા યુવાનોને મોટે પાયે સ્વરોજગારીની તકો ઉપલબદ્ધ થશે. ફાયર સેફટીની તાલીમ બાદ સેફટી ઓફિસર તરીકે યુવાનો ખાનગી પ્રેક્ટિસ કરી શકશે જેવા નિર્ણયો આવનારા દિવસોમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ખાનગી ક્ષેત્રે સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્ય ભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-ર૦૧૩ની કલમ-૧રની જોગવાઇ મુજબ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે. એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે. રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, લોકોની સેફટી-સિકયુરિટી અને સાથે ઇઝ ઓફ લીવીંગમાં પણ વૃદ્ધિ થાય તેવો અભિગમ અપનાવ્યો છે. લોકોને પોતાના કામો માટે કોઇ પરવાનગી-મંજૂરી માટે કચેરીઓમાં જવું જ ન પડે અને ઘરે બેઠા ઓનલાઇન કામ થાય તેવી લેસ હ્યુમન ઇન્ટરફેસ-ફેઇસલેસ સેવાઓ વિકસાવતા જઇએ છીયે. ગુજરાતમાં ODPSના સફળ અમલ પછી હવે દેશમાં વધુ એક નવતર ડગલું ગુજરાતે ભર્યું છે. ફાયર NOC લેવા માટે લોકોને કચેરીઓમાં જવુ જ ન પડે તે માટે પારદર્શીતા લાવવા ફાયર સેફટી કોપ-ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે. આ પોર્ટલ પર નવા ફાયર સેફટી NOC, રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટિપ મળતી થશે. આ આખીયે ઓનલાઇન પોર્ટલ વ્યવસ્થાને કોમ્પ્લેકસીટી નહિ સિમ્પલીસિટી-સરળ અને સહજ તથા આખા રાજ્યમાં એકસમાન સૂત્રતા વાળી બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ આ વ્યવસ્થામાં કરવામાં આવ્યું છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ -૩ વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. ફાયર સેફટી ઓફિસરે દર ૬ મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે. રાજ્ય સરકારે આ હેતુસર ફાયર સેફટી નિષ્ણાંતો, ટાઉન પ્લાનર્સ એન્જીનીર્યસની સલાહ લઇને વિવિધ પ્રકારના બિલ્ડીંગ્સ માટે ફાયર સેફટી ઓફિસર માટેના વ્યાપક ચેકલીસ્ટ વિકસાવી રર૦ સ્ટાન્ડર્ડ ચેકલીસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક વાણિજ્યીક, વેપારી એમ દરેક ક્ષેત્રે ઝડપથી વિકસતું દેશનું રોલ મોડેલ રાજ્ય છે. આ સર્વગ્રાહી વિકાસને પરિણામે આપણે ત્યાં લોકોને રહેવા, ઓફિસો, વ્યવસાયો માટે ઇમારતો-બિલ્ડીંગ્સની જરૂરિયાત રહે તે સ્વાભાવિક છે. આવી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ વગેરેમાં વસતા કે રોજબરોજ ધંધા-વ્યવસાય માટે આવતા નાગરિકોની આગ જેવી દુર્ઘટનાથી સલામતિ-સુરક્ષા એ સરકારની પ્રાથમિક જવાબદારી-ટોપ પ્રાયોરિટી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગની ઘટનાઓ બને, નિર્દોષ લોકોના મોત થાય, જાન-માલનું નુકશાન થાય એ રાજ્ય સરકાર કોઇ કાળે ચલાવી લેવા માંગતી નથી. આપણે આ માટે રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલ માટે પ્રતિબદ્ધ છીયે. કોઇ પણ બિલ્ડીંગ, ઇમારત, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાની ઢિલાશ કે કચાશ સરકાર ચલાવશે નહિ. આવા મકાનો-કોમ્પ્લેક્ષ વગેરેમાં ફાયર NOC ફરજિયાત છે. તેમજ સમયે સમયે તેનું રિન્યુઅલ થાય તે પણ આવશ્યક છે. સાથોસાથ માત્ર NOC આપીને બેસી રહેવાને બદલે ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરે, યોગ્યતા ચકાસે તેવો અભિગમ છે એમ તેમણે ઉમર્યુ હતું. સ્વાભાવિક છે કે, નગરપાલિકા-મહાનગરપાલિકા સરકારના અગ્નિશમન તંત્ર બધા પાસે આગની સિવાયની પણ કુદરતી કે માનવસર્જિત અપદામાં રાહત બચાવ કામગીરીનું ભારણ હોય છે. એ સંજોગોમાં ગુજરાતમાં એક નવિન પહેલ કરીને પ્રાયવેટ યુવા ઇજનેરોને તથા અગ્નિશમન ક્ષેત્રનો અભ્યાસ કરેલા યુવાનોને ફાયર સેફટીની...