હોટેલ,રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના ૭૫% સાથે રાત્રિના ૧૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે મોરબી : કોરોના સંક્ર્મણ વધતા રાજ્ય સરકાર દ્વારા મોરબી-વાંકાનેરમાં રાત્રી કર્ફ્યુ અમલી કરવા નિર્ણય લેતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત તા.૨૨ની સવારના ૬ કલાક થી તા.૨૯ની ૬ કલાક સુધી નવો નિયમ અમલમાં ન આવે ત્યાં સુધી બન્ને શહેરમાં કર્ફ્યુ ઉપરાંત કોવીડ ગાઈડ લાઇનનું પાલન ફરજીયાત બનાવાયું છે. મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે મોરબી અને વાંકાનેર શહેરો માટેના નિયંત્રણો લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જેમાં મોરબી જિલ્લાના મોરબી શહેર તથા વાંકાનેર શહેરમાં દરરોજ રાત્રિના ૧૦ કલાકથી સવારના ૬ કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે.દુકાનો,વાણિજ્યક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ,માર્કેટીંગ યાર્ડ,અઠવાડીક ગુજરી,બજાર હાટ, હેર સલૂન,સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૧૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.હોટેલ,રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના ૭૫% સાથે રાત્રિના ૧૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે, હોટેલ,રેસ્ટોરેન્ટસમાંથી હોમ ડિલિવરી સેવાઓ 24X7 ચાલુ રાખી શકાશે. મોરબી-વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે.જેમાં સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળો પર અને લગ્ન પ્રસંગ માટે ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.લગ્ન પ્રસંગ માટે DIGITALGUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.અંતિમક્રિયા દફનવિધી માટે ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવેલ છે.પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન.એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે (Standing not allowed),જ્યારે એ.સી.બસ સેવાઓ માટે મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.સિનેમા હૉલ બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.જીમ સમાવેશ ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલની ક્ષમતાના મહત્તમ ૫૦% સાથે ચાલુ રાખી શકાશે. વાંચનાલયો બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.ઑડિટોરિયમ,એસેમ્બલી હૉલ,મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે.શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.શાળા,કોલેજ,અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન બીમાર વ્યક્તિ,સગર્ભાઓ,અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.મુસાફરોને રેલ્વે, એરપોર્ટ,ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇપણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર,ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવા જણાવાયું છે. રાત્રિ કર્ફયુના સમયગાળા દરમિયાન COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રાખી શકાશે.મેડીકલ,પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાશે.ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી,અને આઇ.ટી.સંબંધિત સેવાઓ ચાલુ રાખી શકાશે.પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન સેવા ચાલુ રાખી શકાશે.પેટ્રોલ,ડિઝલ,એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ,ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ,ટર્મિનલ ડેપોઝ પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ ચાલુ રાખી શકાશે. પોસ્ટ અને કુરીયર સર્વિસ,ખાનગી સિક્યુરીટી સેવા,પશુઆહાર, ધાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ,કૃષિ કામગીરી,પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરિવહન અને પુરવઠા વ્યવસ્થા ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ,આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ,તમામ પ્રકારના ઉત્પાદન ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો,બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ જાહેર સ્થળોએ,કાર્ય સ્થળોએ તેમજ પરિવહન દરમ્યાન મોટું ઢંકાય તેમ ફરજીયાત માસ્ક પહેરવું.તમામ જાહેર સ્થળોએ એકબીજાથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર(દો ગઝ કી દુરી)જળવાય તેની ખાતરી રાખવી.દુકાનો ઉપર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તેની ખાતરી રાખવી.રાજ્ય સરકાર તથા સ્થાનિક સત્તા મંડળ દ્વારા જાહેર થયેલ નિર્દેશ મુજબ જાહેરમાં થુંકવા ઉપર પ્રતિબંધ રહેશે.અને જો આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો તે...