લેમીનેટ માર્બલ અને પ્લાયવુડની પ્રોડક્ટ ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સને ખૂબ ગમી : કંપનીનો વેપાર નવા દશેક દેશમાં શરૂ થાય તેવી આશા નવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં ઇમ્પિરિયમ લેમીનેટના સ્ટોલને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ડિરેકટર્સને હવે એક્સપોની બીજી એડિશનની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના રવાપર નદી નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ઇમ્પીરિયમ લેમીનેટનો પણ સ્ટોલ છે. આ કંપનીના છેલ્લા દશેક વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. કંપની લેમીનેટમાં માર્બલ, વુડન, સ્ટોન, પ્લેન કલર સહિતની વેરાયટી અને પ્લાયવુડનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર ઉદયભાઈ સીતાપરા, માર્કેટિંગ ડિરેકટર ભાવિકભાઈ પટેલ અને વિમલભાઈ કાસુન્દ્રા અને એકસપોર્ટ ડિરેકટર મિતભાઈ સીતાપરાએ જણાવ્યું કે આ તેઓનું પ્રથમ એક્ઝિબિશન છે. પ્રથમ એક્ઝિબિશનમાં જ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલ તેઓની કંપની 4થી 5 જેટલા દેશોમાં વેપાર કરી રહી છે. આ એક્સપો થકી હવે નવા 10 દેશોમાં કામ મળે તેવી આશા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આ એક્સપોની પહેલી એડિશનમાં જ ફોરેન બાયર્સ અને ડોમેસ્ટિક બાયર્સ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સ્ટોલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે આ એક્સપોની બીજી એડિશનની હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. જે ઇન્ટરનેશનલ બાયર્સ ઇટાલી અને સ્પેનથી ટાઇલ્સ ખરીદી રહ્યા છે. તેઓ ભારતથી તદ્દન નહિવત અથવા તો ઓછી ખરીદી કરે છે તેવા બાયર્સ મોટી સંખ્યામાં આવ્યા છે. જે એક્ઝિબિશનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. અમે અત્યારે 35થી વધુ દેશો સાથે વેપાર કરી રહ્યા છીએ. આ એક્સપો થકી અનેક નવા દેશો સાથે પણ વેપાર થવાની આશા છે. આ એક્ઝિબિશનમાં અમારા સ્ટોલને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ એક્સપો ગ્લોબલ એક્સપો છે. અમે આવતા એડિશનની પણ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.