ટંકારા : ટંકારામાં ગઈકાલે ભારે વરસાદના કારણે હરીઓમ નગરમાં શેરીઓમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘર સુધી પહોંચી ગયા હતા. આ અંગેનો અહેવાલ ગઈકાલે જ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરીને જનતાની સમસ્યાને ઉજાગર કરવામાં આવી હતી. ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થતા જ સ્થાનિક તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું અને હરીઓમ નગરમાં તાબડતોબ પાણીનો નિકાલ કર્યો હતો.મોરબી અપડેટમાં સમાચાર પ્રસિદ્ધ થતા જ સામાજિક કાર્યકર મહેશભાઈ રાજકોટિયાએ તાત્કાલિક નગરપાલિકા અને પ્રાંત અધિકારી સાથે સંપર્ક કરી પાણીનો નિકાલ કરાવ્યો હતો. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ઘટના અંગે ટેલીફોનિક માહિતી મેળવી કાયમી ઉકેલ લાવવા માટે પાઇપલાઇનનું કામ કરવા તંત્રને સૂચના આપી હતી.