બે દિવસ પડેલા વરસાદે મચ્છુ હોનારતની યાદ તાજા કરાવી દીધી : જો યોગ્ય વ્યવસ્થા નહિ થાય તો આવનારા દિવસો કપરા બનશે મોરબી : મોરબીમા બે દિવસ પડેલા ભારે વરસાદે મચ્છુ હોનારતની યાદ તાજા કરાવી છે. આ વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ પરીણમી હતી. ત્યારે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ પાણીના યોગ્ય નિકાલની માંગ ઉઠાવી છે. જો પાણીના નિકાલની વ્યવસ્થા નહિ થાય તો આવનારા દિવસો કપરા બનશે તેમ તેઓએ જણાવ્યું છે. મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે મોરબીમા તા.૧૦ /૮/૨૦૧૯નો વરસાદ એટલે બહુ જ શાંત રીતે વરસેલ વરસાદ. મોરબીના રહેણાક વિસ્તાર જેવા કે રવાપર રોડ , ઉમીયા ચોક , અવની ચોકડી , રવાપરની દરેક નવી સોસાયટી , સરદાર પટેલ રોડ , આલાપ , મારૂતી નગર , ગોકુલ નગર , યદુનંદન , સુભાષનગર , બાપા સિતારામ ચોક તેમજ નવા બનેલ તમામ એપાર્ટમેન્ટમા જે રીતે પાણી આવ્યુ તે ઘટનાએ 11 ઓગષ્ટ 1979ની મચ્છુ હોનારતની યાદ અપાવી હતી. જો પાણી નિકાળનો યોગ્ય રસ્તોના કર્યો તો દર વર્ષે આ હાલત થવાની છે. સમગ્ર મોરબીજન વતી નગરપાલીકા , જીલ્લા વહીવટ તંત્ર , રવાપર સરપંચ , રાજકીય આગેવાનો તેમજ જે તે લાગુ પડતા કાઉન્સીલરોને વિનંતી અને રજુઆત છે કે આ વિષયને ગંભિરતાથી લઇ અને જે તે લોકો એ પાણીના વહેણને ગેરકાયદેસર રોક્યા હોય તે બરાબર કરવામાં આવે. નહિતર આગામી સમયમા હોનારતનુ નિર્માણ થશે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાબતે વહિવટી તંત્ર દ્વારા એક મિટિંગનુ આયોજન કરી તેમા જે તે સોસાયટીમા પાણી આવ્યુ હતુ અને લોકોને બાન મા લીધા હતા તે સોસાયટીના પ્રમુખો , કાઉન્સલરો , રાજકીય આગેવાનો તેમજ નગરપાલીકાની ટીમો , સરપંચો વગેરેને હાજર રાખી ઉભી થયેલ તકલીફો , તેના કારણો અને નિરાકરણો શોધવામાં આવે. આ આયોજન તાત્કાલીક ધોરણે કરવુ જરૂરી છે. કારણકે આવો વરસાદ તો આવે જ છે પંરતુ હોનારત પછી આ પરીસ્થિતનુ નિર્માણ પહેલી વખત થયુ છે તો છેલ્લા એક વરસમા શુ નવુ બાંધકામ થયુ કે ફેરફાર થયા જેના કારણે આ પરીસ્થિત નુ નિર્માણ થયુ તેનુ પોષ્ટમોર્ટમ કરીને નિકાલ લાવવો જરૂરી છે. નહીતર સમય સાથે બધુ ભુલાઇ જશે અને કારણ સુધી પહોચી નહી શકાય. ત્યારે મોરબીના રવાપર રોડના તમામ નાગરીકો વતી સર્વે વહીવટી તંત્રને નમ્ર અપીલ છે કે આ બાબતને ગંભિરતાથી લઇ અને યોગ્ય નિકાલ કરવામાં આવે.