રાજકોટની અમૃતા હોસ્પિટલ અને સમ્યક હોસ્પિટલના મોરબીના તબીબોએ રૂપિયાની ચિંતા વગર સરવાર માટે આવવા અનુરોધ કર્યો મોરબી : મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ તબીબો સિવિલમાં દર્દીઓની સારવાર માટે જાતે દોડી ગયા છે અને સાથે જ મોરબીની ખાનગી હોસ્પિટલો દ્વારા સીટી સ્કેન, એક્સ રે વિનામૂલ્યે કરી આપી મોરબીના દુઃખમાં સહભાગી બન્યા છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઇન્ડિયન મેડિકલ આસોસીશનના તમામ ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને સારવાર માટે કામે લાગ્યા છે ઉપરાંત મોરબીના પ્રાઈવેટ દવાખાનાના સૌ ડૉક્ટરોએ પણ માનવતાનું ખુબ મોટું કાર્ય આરંભી નિઃશુલ્ક સારવાર આપવાનું, એકસ - રે કાઢવાનું, સીટી સ્કેન કરી આપવાની જાહેરાત કરીને મોરબીની જનતાના દુઃખની ઘડીમાં સહભાગી બન્યા છે. વધુમાં દુર્ઘટનામાં અનેક બાળકો ઇજાગ્રસ્ત બન્યા હોય રાજકોટમાં બાળકોની સારવાર માટે જરુર હોય, તો ડો. રાકેશ ગામીની બાળકોની હોસ્પિટલ, અમૃતા હોસ્પિટલ રાજકોટ ખાતે પહોંચવા તેમજ રાજકોટની કોઈપણ ઓર્થો, ન્યુરો હોસ્પિટલ કે આઇસીયુ માટે ડો. નીરજ મહેતા સમ્યક હોસ્પિટલનો સંપર્ક કરવો જણાવી લોકોને રૂપિયાની ચિંતા ન કરવા મોરબીના રહેવાસી બન્ને ડોકટરોએ રાજકોટમાં સહાય માટે આગળ આવી માનવતા દીપાવી છે.