ગ્રામ્ય મામલતદારે 12 જેટલા દબાણો દૂર કર્યામોરબી : મોરબીના ભડીયાદ કાંટે ગેરકાયદેસર દબાણની ફરિયાદો ઉઠતા ગ્રામ્ય મામલતદારે શુક્રવારે કાચા વંડા, ઢોર બાંધવાનો વાડો અને ઓરડીઓ મળી 12 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી જગ્યાઓ ખુલી કરાવી હતી.મોરબીના ભડીયાદ કાંટે જવાહર પ્રાથમિક શાળા સામે ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની ફરિયાદો ઉઠતા શુક્રવારે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ત્યાં ખડકાયેલા કાચી વંડી, ઓરડીઓ અને ઢોર બાંધવાનો વાડો સહિતના 12 જેટલા ગેરકાયદેર દબાણો દૂર કરી જગ્યા ખુલી કરાવી હતી. આ દબાણ હટાવતી વખતે એક ગાયે ગઈ કાલે જ એક વાછરડાને જન્મ આપ્યો હોય તે અશક્ત હોવાથી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ તાત્કાલિક પશુ ડોક્ટરને બોલાવી તેની સારવાર કરી બાટલો ચડાવ્યો હતો અને યંદુનન્દન ગૌશાળાની ટીમને બોલાવી ગાયને ગૌશાળા ખાતે ખસેડી માનવતા દાખવી હતી.