બોલેરોમાં પ્લાસ્ટકની ટાંકી અને ફ્યુલ ડીસ્પેનસિંગ મશીન ફિટ કરી કરાતું હતું ડિઝલનું ગેરકાનૂની વેચાણવાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બોલેરો વાહનમાં પ્લાસ્ટિકની ટેન્ક તેમજ ફ્યુલ ડીસ્પેનસિંગ મશીન ફિટ કરી હરતો ફરતો પેટ્રોલપંપ શરૂ કરનાર બે શખ્સોને 2700 લીટર ડીઝલ સહિત 9.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી વાંકાનેર - ચોટીલા રોડ પર શહેર નજીક આવેલ મીના રીફેક્ટરીઝ કારખાનામાંથી આરોપી ભીમસિંગ કૂપસિંગ રાજપૂત રહે.હાલ એસ.કે.પેટ્રોલિયમ પંચાસર રોડ, મૂળ રહે.રાજસ્થાન અને આરોપી ભાઈખાન ઇબ્રાહિમખાન સંધી રહે.મીના રીફેક્ટરીઝ મૂળ રહે.રાજસ્થાન વાળાને જીજે - 03 - બીડબ્લ્યુ - 3078માં બે પ્લાસ્ટિકની ટેન્ક તેમજ ફ્યુલ ડીસ્પેનસિંગ મશીન ફિટ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ડીઝલની હેરાફેરી કરી મીના રીફેક્ટરીઝ કારખાનામાં 2700 લીટર ડીઝલ કિંમત રૂપિયા 2,51,100 સાથે ઝડપી લઈ બીલબુક, મોબાઈલ અને બોલેરો વાહન સહિતના સાધનો સાથે ઝડપી લઈ કુલ રૂ.9,72,400નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.