ત્રણ સ યાદ રાખો.. સમજદારી, સદભાવ અને સાવચેતી : જાણો.. પતંગ ચગાવતી વખતે તકેદારીના Do's & Dont'sમોરબી : ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ.. આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય અને પંખીઓ ઇજાગ્રસ્ત ન થાય, તે માટે પતંગ ચગાવતી વખતે તકેદારીના પગલાં લેવા જરૂરી છે.________________________આટલુ કરો* પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.* માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો.* પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો.* માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો.* ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો.* પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.* ત્રણ સ યાદ રાખો... સમજદારી, સદભાવ અને સાવચેતી* સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ.________________________આટલુ ન કરો* સીન્થેટી વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. લોકોને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે.* વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.* લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી.* મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ.* ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.* પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિં.* થાંભલામાં કે મકાનમાં ફલાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો________________________