વેપારીને ધમકી આપવા પ્રશ્ને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આકરે પાણીએ, ટપોરીને કૂકડો બનાવી સરઘસ કાઢવા પોલીસ વડાને સૂચના આપતા ધારાસભ્ય https://youtu.be/1dRLC92NOVU મોરબી : મોરબીમાં લુખખાગીરી વકરી હોય તેવી સ્થિતિ વચ્ચે રવાપર રોડ ઉપર ફૂટવેરની દુકાન ધરાવતા વેપારીને કાલિકા પ્લોટમાં રહેતા લુખ્ખા, ટપોરી તત્વ દ્વારા અહીં ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપતા આ મામલો ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સુધી પહોંચ્યો છે અને કાંતિલાલ અમૃતીયાએ એક વિડીયો સંદેશ જાહેર કરી લુખ્ખા ટપોરીની શાન ઠકાણે લાવવા પોલીસને કડક પગલાં ભરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારિયાની ઓફિસ નીચે દુકાન ધરાવતા ફૂટવેરના ધંધાર્થીને કાલિકા પ્લોટમાં રહેતા લુખ્ખા, ટપોરી તત્વ દ્વારા અહીં ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપતા આ મામલે શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારિયાએ મોરબી માળીયા ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાને જાણ કરી હતી. બીજી તરફ આ ગંભીર બનાવ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ વિડીયો સંદેશ જારી કરતા જણાવ્યું હતું કે, હાલમાં હું ગાંધીનગર છું પરંતુ આવી લુખખાગીરી મોરબીમાં જરા પણ નહીં ચલાવી લેવામાં આવે, વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આ લુખ્ખા ટપોરીને તાત્કાલિક પકડી પાડી કાયદાનું ભાન કરવા માટે તેઓએ જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસવડા અને પીઆઇને સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.