ગણેશ ઉત્સવ અને નવરાત્રી મહોત્સવ માટે પાલિકા હસ્તકના ગ્રાઉન્ડની મંજૂરી માટે જીતુ સોમાણીએ લડત ચલાવી પણ ભાડું ન ભરતા પાલિકાએ લાલ આંખ કરી વાંકાનેર : વાંકાનેરમાં અગાઉ ગણેશ ઉત્સવ બાદ હવે નવરાત્રી મહોત્સવ માટે જીતુ સોમણીએ નગરપાલિકા સમક્ષ મેદાન માટે મંજુરી માંગતા નગરપાલિકા દ્વારા ટોકન દરે મેદાન ભાડે આપવા ઓફર કરી છે પરંતુ જીતુ સોમણીએ ભાડું ન ભરતા આજે પાલિકાના વહીવટદારે ભાડું ભરવા અલ્ટીમેટમ આપી પાલિકાને ખોટી રીતે બદનામ નહિ કરવા તાકીદ કરી હતી. વાંકાનેર નગરપાલિકા હસ્તકના આરએસએસ ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવનું આયોજનમાં વિવાદ બાદ જીતુભાઈ સોમણીએ નવરાત્રી મહોત્સવ માટે મેદાન ભાડે માંગતા પાલિકાના વહીવટીદરે રાજકોટ સહિતની અન્ય મહાનગર પાલિકા અને નગરપાલિકાના નિયમ મુજબ ટોકન દરે મેદાન ફાળવવા પ્રત્યતર આપ્યો હતો પરંતુ જીતુભાઇ સોમણીએ ટોકન ભાડું ન ભરી ઉલટું પાલિકા તંત્રને બદનામ કર્યું હતું. જેને પગલે વાંકાનેર નગરપાલિકાના લેટર પેડ ઉપર વહીવટદારે જીતુ સોમણીને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, તમોએ આ ગ્રાઉન્ડ બાબતે ભારે વિવાદ કર્યો છે અને સોશ્યલ મીડિયામાં તંત્ર વિરુદ્ધ પ્રચાર પ્રસાર કર્યો હતો. આથી ગ્રાઉન્ડની મજૂરી મળ્યા બાદ નિયમ મુજબ વાંકાનેર નગરપાલિકામાં ગ્રાઉન્ડના ઉપયોગનું ભાડું ચૂકવો અન્યથા આપને મેદાન નથી જોઈતું એમ સમજવામાં આવશે.