મોરબી : મોરબીના લાલપર ગામના કાર માલિકની ગાડીમાં આગ લાગવાના બનાવમાં વીમા કંપનીએ ગાડીમાં કેમેરો લગાડ્યો હોય વીમો ન મળે તેમ કહી ક્લેઇમ નામંજૂર કરતા આ મામલે ગ્રાહક સુરક્ષા અદાલતમાં ધા નાખવામાં આવતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફટકાર લગાવી વીમો ચૂકવવા આદેશ કર્યો છે.મોરબી તાલુકાના લાલપરના વતની દુર્લભજીભાઈ કેશવજીભાઈ જેતપરીયાની હુન્ડાઈ કારમાં કુબેર સીનેમા પાસે એકાએક આગ લાગતા સળગવા લાગી હતી અને બહારના માણસોને જાણ થતા ગાડીની આગને બુઝાવી નાખેલ આ ગાડીનો વિમો રોયલ સુંન્દરમ્ જનરલ ઇન્સ્યુરન્સ પરંતુ વીમા કંપનીએ એવું બહાનુ બતાવ્યુ કે કારમાં પાછળ કેમેરા તથા અન્ય સામગ્રી લગાડવાથી આગ લાગી છે જેથી વિમો નહીં મળે. આ કેસમાં ગ્રાહકે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતા અદાલતે વિમા કંપનીની દલીલ માન્ય રાખી નહીં અને રૂા. ૫૮,૮૨૧ અને ખર્ચના રૂપિયા ૭,૦૦૦ રકમ ૯ ટકા વ્યાજ સાથે તા.૦૩/૦૮/૨૦૨૩ થી ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ કોઇપણ વ્યકિતને અન્યાય થાય તો મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ-મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ તથા રામભાઈ મહેતા, મો.9904798048 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.