ચાલો જાણીએ... શું છે ચાલવાથી થતા ફાયદાઓ? મોરબી : આજનું વિજ્ઞાન આગળ વધી ગયું છે અને દરેક રોગની દવા પણ હાજર જ છે. પરંતુ શું આપ જાણો છો કે આખી દુનિયામાં મળતી દવાઓ કરતા શ્રેષ્ઠ દવા એટલે ચાલવાની કસરત. અત્યારના માનવીને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્કૂટર, કાર, બસ, ટ્રેન, વિમાનની સુવિધા માનવે જ શોધી છે. પરંતુ તેના પહેલા કુદરતે માનવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બે પગ આપ્યા હતા અને પહેલાના લોકો તેનો જ ઉપયોગ કરતા અને નિરોગી રહેતા. આપણા દાદા પરદાદા બધે ચાલી નેજ જતા અને આજે આપણે તો બસ કે કારમાં પણ કંટાળી જઈએ છીએ ત્યારે આજના સમયમાં ચાલવાની સુટેવ પાડવામાં આવે તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં રહે તેવું આયુર્વેદની સાથે વિદેશના વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે. અમેરિકાના ટેક્સાસ સ્ટેટના ડલાસ શહેરના જગતભરના શ્રેષ્ઠ એરોબિક સેન્ટરના વડા ડો.કેનેથ કુપરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યોકે તમારે કોઈ ડોક્ટરની જરૂર પડે ખરા ત્યારે તેમને હસતા હસતા જવાબ આપ્યો કે હા મારે બે ડોકટરની જરૂર પડે. મારો ડાબો અને જમણો ડોકટર (પગ). કેટલો સરળ જવાબ આપ્યો. આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી પણ ચાલીને જ કૂચ કરતા. અને તે પણ કહેતા કે ચાલવું તો જોઈએ જ. આજનો માનવી ચાલવાનું તો સાવ ભૂલી જ ગયો છે તેથી જ અનેક રોગોનો શિકાર બને છે. વારસાગત રોગો સિવાય શરીરની કોઈપણ ઉંમરે નિરોગી અવસ્થા એટલેકે સંપૂર્ણ તંદુરસ્તી મેળવવાનો એકમાત્ર રસ્તો કસરત કરવાનો છે. પહેલાના જમાનામાં સ્ત્રી હોય કે પુરુષ તેમને દરોજના કામમાં કસરત થઈ જતી જ્યારે આજના આધુનિક જમાનામાં માનવી દ્વારા બનાવેલ મશીનો દ્વારા કામ થતા કસરત જેવું કંઈ રહ્યું જ નથી. તમારા હ્ર્દય, ફેફસા, રક્ત વાહીનીની સંપૂર્ણ ક્ષમતા એટલે એરોબિક પાવર. તમારા શરીરના બધાજ સ્નાયુઓની ક્ષમતા એટલે મસલ્સ પાવર અને તમારા શરીરના બધાજ સાંધાઓની ક્ષમતા એટલે ફલેક્સિબિલિટી પાસવર. આ ત્રણેય આપણા શરીરની સંપૂર્ણ તંદુરસ્તી સૂચવે છે. અને હવેતો પ્રયોગથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે ચાલવાની કસરત એ શ્રેષ્ઠ કસરત છે જેમાં ઉપરના ત્રણેય પાવરનો સમાવેશ થઈ જાય છે. માનવી જીવનભર થતા અનેક શારીરિક અને માનસિક સંતાપને દૂર કરવાનો એટલે કે શરીરની સંપૂર્ણ તંદુરસ્તી મેળવવાનો નાના મોટા સૌ કોઈ અમલમાં મૂકી શકે તેવો સહેલામાં સહેલો એકમાત્ર ઉપાય એટલે તમારા બન્ને પગનો ઉપયોગ કરીને ચાલવાનો છે. ચાલવા જવાનું બને તો વહેલી સવારે રાખવું. અને આસપાસ વૃક્ષો હોય તેવી જગ્યા જેમકે બગીચો હોય કે અન્ય તેવી જગ્યા હોય તો તે વધારે પસંદ કરવું. આજે થોડું, કાલે થોડું વધારે, પછીના દિવસે થોડું વધારે એમ કરીને ધીરે ધીરે શરીરની ક્ષમતા અને અનુકૂળતા મુજબ ચાલવુ. શ્વાસની કે અન્ય કોઈ તેવી બીમારી હોયતો શરીરની ક્ષમતા મુજબ ચાલવું. તમારા જીવનભરની તંદુરસ્તી ચાલવામાં છે માટે થોડા દિવસ ચાલીને પછી બંધ ન કરવું. તમે પાંચ મિનિટ ચાલો કે પચાસ મિનિટ જેમ જેમ તમે ચાલશો તેમ તેમ તમારા શરીરમાં ચાલવાના લીધે રાસાયણિક ફેરફાર થશે. અને તેનાથી તમને કેટલું સારું લાગે છે તે અનુભવશો ત્યારે તમને કસરત તરીકે દરોજ ચાલવા જવાનો ઉત્સાહ આવશે અને તમને દરોજ ચાલવા જવાનું ગમશે. હવે આપણે જાણીએ કે તમે ચાલવાનું શરૂ કરશો તો તમારા શરીરમાં શું ફેરફાર થાય છે? પહેલી પાંચ મિનિટમાં તમારા હ્ર્દયના ધબકારા કે જે ૭૦ થી ૭૫ હતા તે વધીને ૧૦૦ ની આસપાસ થઈ જાય છે. આને કારણે લોહીની નળીઓમાં લોહી જલ્દી ફરવા માંડે છે. તેના લીધે તમારા પગના સાંધામાંથી હલનચલન માટે જરૂરી પ્રવાહી (લુબ્રિકેટ્સ) નીકળે છે. અને પગના સ્નાયુઓ કે જે થોડા કડક હતા તે ઢીલા થાય છે અને તમે સરળતાથી ચાલી શકો છો. આ વખતે તમારું શરીર એક મિનિટની પાંચ કેલેરીનું દહન કરે છે જે તમારા શરીરમાં રહેલા કાર્બોહાઇડ્રેટ અને ચરબી માંથી મળે છે. છ થઈ દસ મિનિટ ચાલો એટલે હૃદયના ધબકારા એક મિનિટમાં ૧૦૦ થી ૧૪૦ સુધી જાય છે અને તમારું શરીર એક મિનિટમાં છ થી સાત કેલેરીનું દહન કરે છે. આ વખતે તમારું બ્લડપ્રેશર થોડું વધે છે પણ તે જ વખતે તમારા શરીરમાંથી કેમિકલ્સ નીકળે છે જેનાથી શરીરની લોહીની નળીઓ પહોળી થાય છે જેથી તમારા સ્નાયુઓને વધારે લોહી મળે છે. અને ખાસ કરીને પગના સ્નાયુઓને. જેમ જેમ તેમેં ચાલવાની ગતિ વધારશો તેમ તેમ તમારું હ્ર્દય અને લોહીની નળીઓ તેને પહોંચી વળશે અને બ્લડપ્રેશર નોર્મલ થઈ જશે. તને ગતિ વધાર્યા વગર ૧૧ થી ૨૦ મિનિટ ચાલશો તો તે વખતે તમારું શરીર થોડું ગરમ થશે અને તે વખતે તમને પરસેવો થશે અને ચામડી નીચે આવેલી લોહીની નળીઓ પહોળી થશે શરીર વધારે ગરમ થતું અટકશે. આ વખતે તમારું શરીર એક મિનિટની સાત થી દસ કેલેરી ઓગાળશે. આ વખતે તમારા શરીરના સ્નાયુઓને શક્તિ આપવા હોર્મોનલ ગ્રંથી માંથી એપીનેફ્રીન અને ગ્લુકાગોન નામના હોર્મોન્સ નીકળશે. ૨૦ મિનિટથી વધારીને ૪૫ મિનિટ ચાલશો ત્યારે તમારા મગજ માંથી એન્ડોફિઁન નામનો હોર્મોન્સ નીકળશે જેથી તમારા સ્નાયુઓ તમારું શરીર થોડું રિલેક્ષ ઢીલું થશે. આ વખતે તમારા શરીરને શક્તિ મળે માટે વધારે ચરબીનું દહન થશે. જે લોકોનો વજન વધુ હોય અને ચરબી ઓગળવી હોય તેમને આ સ્ટેજે પહોંચવું જરૂરી છે. જો તમે ૪૫ થી વધારીને ૬૦ એ એટલે કે એક કલાક ચાલશો તો તેના તમને જે ફાયદા મળશે તે અદભુત હશે. તે તમારા શરીરમાંથી ચરબી ઓગળી વજન ઓછું કરશે. બીજું હ્ર્દયની ક્ષમતા વધવાથી હાર્ડ એટેક નહિ આવે. એટલું જ નહીં આખા શરીરના બધા જ અંગોને પૂરતું લોહી મળવાથી તમારા શરીરમાં રહેલા બધા જ અંગો જેમ કે સ્નાયુ, સાંધા, લીવર, કિડની, હોજરી, આંતરડા, મગજ વગેરે બધા જ અંગોને લોહી મળવાથી બધા જ અંગોની કાર્યશક્તિ વધશે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધશે તો ચેપી રોગો થવાની શકયતા એકદમ ઓછી થઈ જશે. પેટના પ્રોબ્લેમ નહિ થાય. મગજમાં લોહી પહોંચવાથી માનસિક તણાવ, ડિપ્રેશન નહિ થાય. મગજની કાર્યશક્તિ વધવાથી એકાગ્રતા વધશે, યાદશક્તિ વધશે, કંપવા અને સ્ટ્રોક જેવા રોગો નહિ થાય અને તમે આનંદમાં રહેશો. સવારના તડકામાં ચાલવાથી તમારા શરીરમાં વિટામિન ડી ની ખામી નહિ પડે, તેની સાથે શરીરના હાડકાને લોહી મારફતે પૂરતું કેલ્શિયમ મળવાથી હાડકા પાતળા થવા (ઓસ્ટોપીનીયા) કે પોલા થવા(ઓસ્ટીપોરોસીસ) નો ડર નહિ રહે અને મોટી...