મોરબી : બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986ની જોગવાઈઓ જે 14 વર્ષથી નીચેના બાળકોને કોઇ પણ પ્રકારના કામ અને પ્રક્રિયાઓમાં રાખવા પર પ્રતિબંધ મૂકે છે અને જોખમી વ્યવસાયો અને પ્રક્રિયાઓમાં કિશોરોને (14 થી 18 વર્ષ) રાખવા પર પ્રતિબંધ મૂકે છે.આ કાયદાના ઉલ્લંઘન બદલ 6 મહિનાથી ઓછી ન હોય તેવી, વધુમાં વધુ 2 વર્ષ કેદની સજા અથવા રૂા 20,000 થી ઓછો નહી તેટલો અને વધુમાં વધુ રૂા 1,00,000 સુધીનો દંડ અથવા બંનેની જોગવાઇ કરેલી છે. આ અધિનિયમની ભંગ અંગે ફરિયાદ માટે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી ખાતે રૂબરૂ અથવા ટેલીફોન નં. 02822 243410 નંબર પર સંપર્ક કરવા મોરબી મદદનીશ શ્રમ આયુક્ત જે.આર. જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.