10 દિવસથી પાણી ન આવતું હોવાની રાવ સાથે પંચવટી સોસાયટીના રહીશની કલેકટર અને મ્યુનિ. કમિશનરને રજુઆતમોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટી -2ના રહીશ ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ પાણીના પ્રશ્નને લઈને મોરબીના કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કન્યા છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટી -2ના રહીશ ચેતનભાઈ ભીલાના ઘરે છેલ્લા 10 દિવસથી બિલકુલ પાણી આવતું નથી. તે અંગે મ્યુનિસિપલ કમિશનરને તા. 13-1-2025 ઇન.નં. 131 તથા તા. 20-1-2025 ઇન.નં. 337થી રજુઆત તેમજ રૂબરૂ મુલાકાત કરી છે. તેમ છતાં પાણી મળે તે માટે નક્કર કામ થયું નથી. ત્યારે આ બાબતે ચેતનભાઈ મનસુખભાઈ ભીલા દ્વારા અન્નજળનો ત્યાગ કરી ઘરની પાણીની ટાંકીમાં ઉપવાસ ઉપર ઉતારવા અંગે ચીમકી ઉચ્ચારવામાં આવી છે.