લોહાણાપરામાં છરી સાથે જઇ આતંક મચાવનાર શખ્સે 15 હજાર પડાવી લેતા ફરીયાદમોરબી : મોરબીમાં બિહાર વાળી કરવાના મનસૂબા સાથે માથાભારે ઢીંગલી ઉપનામ ધારી શખ્સે શાકભાજીના વેપારી પાસે જઈ રૂપિયા 200ની માંગણી કરતા વેપારીએ પૈસા આપવાની ના પાડતા ઢીંગલીએ છરી કાઢી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપી એક્ટિવામાં નુકશાન થયાનું કહી બળજબરી પૂર્વક થળામાંથી 15 હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપરમાં રહેતા અને લોહાણાપરામાં શાકભાજીનો વેપાર કરતા દીપકભાઈ ગોવિંદભાઇ કણઝારીયા ગત તા.6 મે ના રોજ પોતાના ધંધા સ્થળે હતા ત્યારે બપોરના સમયે આરોપી હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાઈ ધસી આવ્યો હતો અને દીપકભાઈ પાસે વિના કારણે 200 રૂપિયા માંગતા દીપકભાઈએ પૈસા આપવાની ના પાડતા ભૂંડા બોલી ગાળો આપી ઝપાઝપી કરી છરી બતાવી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપી થળામાં પડેલ રૂપિયા 15,000 બળજબરીથી પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ઢીંગલી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.