મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને દબાણમુક્તિ માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનો ભંગ કરનાર લોકોને ધડાધડ દંડ ફટકારવામાં આવી રહ્યા છે. હાલ મહાપાલિકા દ્વારા કઈ બાબતમાં કેટલો દંડ કરવામાં આવી રહ્યો છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ જાહેરમાં ગંદકી કરતા લોકોને રૂ.50થી 500નો દંડ, જાહેરમાં પાણીના વ્યય બદલ રૂ.100થી 1000નો દંડ, જાહેરમાં શૌચક્રિયા તથા થુકવા બદલ રૂ.50થી 500નો દંડ, જાહેરમાં બાંધકામનો સામાન /કાટમાળ રાખવા બદલ રૂ.1000થી 10,000 દંડ, જાહેર રસ્તા ઉપર દબાણ બદલ રૂ.500થી 5000નો દંડ ફટકારવામાં આવશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.