નગરપાલિકાએ વાહનકર કર્યો જાહેર : ટુ-વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ વાહનો ઉપર 3થી લઈ 7 ટકા સુધીનો ટેક્સ લાગશેમોરબી : મોરની નગરપાલિકા વિસ્તારમાં હવે નવું વાહન લેવુ થોડું મોંઘું બની જશે. કારણકે નગરપાલિકા દ્વારા વાહનકર જાહેર કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં અમલમાં લઈ આવવામાં આવશે. જેથી નવા વાહનની ખરીદી ઉપર ૩થી લઈ ૭ ટકા સુધી ટેક્સ ભરવો પડશે.આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે જાહેર કર્યું છે કે મોરબી નગરપાલિકા દ્વારા આગામી સમયમાં જરૂરી ન્યાય પ્રક્રિયા કરી વાહનકર વસુલી લેવાનું ADM ઠરાવ નં-107 તા.12/11/2024 થી નક્કી કરવામાં આવેલ છે. આ બાબતે જો કોઈને વાંધો હોય તો તેઓએ આ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિવસ-૩૦ ની અંદર ઓફીસ કામના કલાકોમાં મોરબી નગરપાલિકા ઈન્વર્ડ વિભાગમાં જરૂરી આધાર પુરાવા સાથે વાંધા સુચનો(વાંધા અરજી) રજુ કરવાના રહેશે.આજીવન નવા વાહનની પ્રથમ ખરીદી પર એક વખત માટે વાહન વેરો ભરવો પડશે. નગરપાલિકાની હદમાં તમામ પ્રકારના વાહનો વેચનાર ડીલરો જયારે કોઈ પણ વાહનનું વેચાણ કરે ત્યારે વાહન લેનાર આસામીની વિગત ડીલર કે વિક્રેતાએ દર માસની ૧ થી ૧૦ તારીખમાં આપવાની રહેશે. ટેકસ ભરપાઈ કરવાની સંપુર્ણ જવાબદારી ડીલર/વિક્રેતા/એજન્સી/જે તે કંપનીના ડીલરની રહેશે.નગરપાલિકાની માલિકીના તમામ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની/ અંતિમયાત્રા માટેના વાહનો, પ્રાણીઓ દ્વારા ચાલતા વાહનો જેવા કે ઘોડાગાડી, બળદ ગાડુ, સરકારી કામ માટે વપરાતા વાહનો, બોર્ડ / નિગમોના વાહનોને વાહનોને આ કરમાંથી મુકતી આપવામાં આવશે. આ કર બેટરી સંચાલીત ઈલેકટ્રીકલ તેમજ દિવ્યાંગ વ્યકિતઓ માટે ઉપયોગમાં લેવાતા વાહન ઉપર લેવામાં નહિ આવે. ટુ વ્હીલર વાહનો જેવા કે મોપેડ, સ્કૂટર, બાઈક જેની મૂળ કિમત રૂ.૧ લાખ સુધી હોય તેના ઉપર ૩ %, જેની કિંમત રૂ.૧થી ૩ લાખ હોય તેવા વાહનો ઉપર ૪ % ટકા તથા કિંમત રૂ.૩ લાખથી વધુ હોય તેવા વાહનો ઉપર ૫% લેખે કર આપવાનો રહેશે. ત્રણ વ્હીલ ધરાવતા વાહનો જેવા કે રીક્ષા, છકડા, ટેમ્પો, વિગેરે ઉપર જેની મૂળ કિમત રૂ.૧ લાખ સુધી હોય તેના ઉપર ૪ %, જેની કિંમત રૂ.૧થી ૩ લાખ હોય તેવા વાહનો ઉપર ૫ % ટકા તથા કિંમત રૂ.૩ લાખથી વધુ હોય તેવા વાહનો ઉપર ૬% લેખે કર આપવાનો રહેશે.ફોર વ્હીલ વાહનો જેની મૂળ કિમત રૂ.૧ લાખથી ૭ લાખ સુધી હોય તેના ઉપર ૫ %, જેની કિંમત રૂ.૭થી ૧૫ લાખ હોય તેવા વાહનો ઉપર ૬% ટકા તથા કિંમત રૂ.૧૫ લાખથી વધુ હોય તેવા વાહનો ઉપર ૭% લેખે કર આપવાનો રહેશે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news