અત્યારે વરસાદ નથી એટલે થોડું-થોડું પાણી છોડી દેવામાં આવે તો ખેડૂતોને નુકસાન ન થાય : મામલતદારને રજુઆતહળવદ : હળવદ તાલુકાના બ્રાહ્મણી-1 ડેમમાં ચોમાસામાં ચાલુ વરસાદે પાણી છોડવામાં આવશે તો અજીતગઢ અને માનગઢની ખેત જમીનનું ધોવાણ થશે. જેથી અત્યારે વરસાદે વિરામ લીધો હોય, સમયાંતરે થોડું-થોડું પાણી છોડવા ગામના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી છે.રજુઆતમાં જણાવાયુ છે કે મીયાણીથી ટીકર અને ટીકરથી અજીતગઢ સુધી બ્રાહ્મણી નદી પસાર થાય છે. તે ઉપર આવેલ ડેમ હાલ પાણીથી ફુલ ભરેલ છે જો આ ડેમનાં પાટીયા ચાલુ વરસાદે ખોલવામાં આવે તો અજીતગઢ અને માનગઢની આશરે ૩૫૦૦ વીઘા જેટલી ખેતીની જમીનનું ધોવાણ થાય તેમ છે. ગયા વર્ષે પણ આ તમામ જમીનનું ધોવાણ થઈ ગયુ હતું. ખેડુતોએ આ જમીનના બંધ પાળા બાંધી નવેસરથી આ વર્ષે વાવેતર કરેલ છે. જો ચાલુ વરસાદે ડેમનાં પાટીયા ખોલવામાં આવે તો ગયા વર્ષની જેમ ખેડુતોને નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડે તેમ છે. અમારી માંગ છે કે ચાલુ વરસાદ પહેલા આ ડેમમાંથી પાણી ઓછુ કરવામાં આવે તો જમીન ધોવાણ થતાં બચી જાય તેમ છે. અમારી રોજીરોટી ગયા વર્ષે પણ છીનવાય ગયેલ હતી. અને જો આ વર્ષે ચાલુ વરસાદે પાટીયા ખોલવામાં આવે તો અજીતગઢ-માનગઢનાં ખેડુતોને પુરતુ વળતર દેવાની જવાબદારી રાજય સરકારની રહેશે. અજીતગઢ-માનગઢનાં ખેડુતો સરકારી લોનું ભરપાઈ કરી શકે તે હાલતમાં નથી. વારંવાર નુકસાની ભોગવવાથી ખેડુતો પાઈમાલ થયેલ છે.અજીતગઢથી માળીયા શાખાની કેનાલ આવેલ છે ત્યારપછી ચોમાસાનું પાણી ઘનશ્યામગઢ, અમરાપર તથા મયાપુર ગામ આ તમામ વરસાદી પાણી કીડી રોડ ક્રોસ કરી અજીતગઢ, ખોડ અને જોગડમાં આવેલ સીમ જમીનમાં જાય છે. આશરે ૪૦૦૦ વીઘા જેટલી આશરે ૧૭ વર્ષથી આ જમીન ચોમાસાનાં પાણીનાં લીધે પડતર રહે છે. જે કેનાલ ઉપર જે તે વખતે નાલુ બનાવવામાં આવેલ છે. તે નાલુ યોગ્ય જગ્યાએ મુકવામાં આવેલ નથી. અમે ૨૨ વર્ષથી વારંવાર આ નાલા બાબતે રજુઆતો કરેલ તથા આવેદનનો આપેલ છતાં તેનો હલ આજદીન સુધી આવેલ નથી. માટે ગામ લોકોની ખેત જમીનને નુકસાનથી બચાવવાની માંગ છે.