પાલિકાની નવરાત્રી સ્પે. ઝુંબેશ જાહેર કરતા ધારાસભ્ય : બુધવારે લોકોને પ્રશ્નો અંગે પાલિકામાં અરજી આપી દેવા અનુરોધમોરબી : નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. ત્યારે મોરબી શહેરના વિવિધ પાયાના પ્રશ્નોને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ પાલિકાની ખાસ ઝુંબેશમાં વિવિધ પ્રશ્નોનો એક અઠવાડિયામાં નિકાલ કરવાનું જણાવ્યું છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું છે કે નવરાત્રી આવી રહી છે. ત્યારે લોકોના રોડ ઉપર કે સોસાયટીમાં લાઈટના પ્રશ્ન હોય, રોડ ઉપર ખાડા હોય, ગ્રાઉન્ડમાં સફાઈ ન થઈ હોય કે ભૂગર્ભ ગટરનો કો પ્રશ્ન હોય, તો આ પ્રશ્ને કાલે બુધવારે પાલિકામાં રજુઆત કરવાની રહેશે. જેથી ગુરુવારે બેઠક કરી અઠવાડિયામાં આ પ્રશ્નોનો નિકાલ લઈ આવવાના પ્રયાસો કરાશે.