એરલાઇન્સની ટીકીટ વગર કમિશને બુક કરી દેશે : ચાલુ ફરજમાં રહેલા કે નિવૃત જવાનો આ સેવાનો લાભ લઇ શકશેમોરબી : હાલ યુદ્ધની પરિસ્થિતિ છે. તેવામાં જવાનોને ક્યાંય રેલ પરિવહન કરવું પડે અને કોઈ અગવડતા ન પડે તે માટે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. આગળ આવ્યું છે. મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો તરફથી ઇન્ડિયન આર્મ ફોર્સના રીટાયર્ડ અથવા ચાલુ જોબ વાળા કોઈપણ જવાનની રેલવે ટિકિટ ફ્રીમા બુક કરી દેવામા આવશે. તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહિ. તેમજ ફ્લાઈટની ટિકિટમા કોઈ પણ જાતનો પ્રોફિટ રાખ્યા વગર ટિકિટ બુક કરી દેવામાં આવશે. તેમ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.