ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન આપી દબાણ દૂર કરવા 10 દિવસની મુદત આપી ટંકારા : ગૌચર બચાવ સમિતી ટંકારા દ્વારા શહેરની ગૌચર જમીન ઉપર થયેલ દબાણ દુર કરવા મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર અને સરપંચને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. દબાણ કરનાર સખ્સો સામે 10 દિવસમાં નોટિસ આપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો માલઢોર સાથે રેલી યોજી ધરણા પ્રદર્શનની ચિમકી આ લેખિત રજૂઆતમાં ઉચ્ચારવામાં આવી છે. ટંકારાના માલધારી અને ગૌચર બચાવ સમિતિના કન્વીનર હમીરભાઈ ટોળિયા દ્વારા ટંકારાની ગૌચર જમીન ઉપર થયેલ દબાણ દુર કરવા માટે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ગૌચર જમીન કબ્જે કરનાર ઈસમો એ વહીવટ કરી દબાણ ઉભું કરી કાયદાકીય આંટીઘૂંટી થકી અનઅધિકૃત કબ્જો જમાવી દીધો છે. ત્યારે તેઓને આ અંગે નોટિસ ફટકારી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી જરૂર પડ્યે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુના દાખલ કરવા આ રજુઆતમાં જણાવાયું છે. ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ નિશાબેન ત્રિવેદીને આવેદન આપીને રજુઆતના અંતે જો 10 દિવસમા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછુટકે તમામ માલઢોર સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..