રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધા મોબાઈલ નંબર પર ફરીયાદ કરી શકશે : કમિશનર અને કલેકટરે સમસ્યા ઉકેલવાની ખાતરી આપીમોરબી : મોરબીમાં રોડ સહિતની પાયાની સુવિધાઓને લઈને નાગરિકો ચક્કાજામ કરી રહ્યા છે. તેવામાં હવે નાગરિકો જાગૃત બની ગયા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જેથી હવે તંત્ર પણ જાગ્યું છે. આજે કલેકટર અને મહાનગરપાલિકાના વહીવટદાર કે.બી. ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે, ડે. કમિશનર સંજય સોની, કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સેવાઓ સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે જવાબદાર અધિકારી/કર્મચારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. હાલ ચોમાસાની પરિસ્થિતિ અન્વયે મોરબી શહેરી વિસ્તારમાં નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓની સુલભતા માટે કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્ય સાથે શહેરના વિવિધ વિસ્તાર મુજબ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી/કર્મચારીને નિયુક્ત કરવામાં આવ્યા છે અને ફરિયાદ નોંધાવા માટે તેમના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો તેમના વિસ્તારમાં રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈ ના પ્રશ્નો માટે સંબંધિત વિસ્તારના અધિકારી/કર્મચારીનો સંપર્ક કરી શકાશે.બન્ને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરોનો મીટીંગ અથવા બીજી વ્યસ્તતાઓ સિવાય હરહંમેશ કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. તે સિવાય મ્યુનિસિપલ કમિશ્નરની પણ સોમવાર અને ગુરૂવારે બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ અને ચોમાસા દરમિયાન દરરોજ સાંજે ૦૫ થી ૦૬ દરમિયાન મુલાકાત કરી શકાશે. નાગરિકો દ્વારા મળતા આ પ્રશ્નો બાબતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નિયત સમયમર્યાદામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. મહાનગર પાલિકાની ટીમ નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિકાલ માટે કટિબધ્ધ છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.● વોર્ડ નં.1 અને નાની વાવડી વિસ્તાર : નાની વાવડી, પંચાસર રોડ, મુનનગરસમીર સુમરા મો.91571 17063સુપર વાઇઝર - સાગર રૂપાલા મો. 95863 38389● વોર્ડ નં.2 અને 6 તથા અમરેલીવિસ્તાર : લાતી પ્લોટ, અમરેલી, વીસીપરા, રોહિદાસપરા મેઈન રોડ, રણછોડનગર, લાયન્સનગર, આસ્વાદ પાન તથા માધાપરના ઝાપા સુધી, મહેન્દ્રપરા મેઈન રોડ જાબીર હુસેન મનસુરી મો.90997 30665સુપર વાઇઝર - સાગર રૂપાલા મો.73597 33132● વોર્ડ નં. 3 તથા મહેન્દ્રનગરવિસ્તાર : મહેન્દ્રનગર, રોટરીનગર, રીલીફનગર, જનકલ્યાણનગર, રામકૃષ્ણનગર, સર્કિટ હાઉસ સોસાયટીરાજલબેન ગોહિલ મો.74358 52505સુપર વાઇઝર - સાગર રૂપાલા મો.73597 33132● ત્રાજપર તથા ભડીયાદવિસ્તાર : ત્રાજપર, ભડિયાદ જવાહરનગર, શ્રીમદરાજ, પાવન પાર્ક, શારદા સોસાયટી, સોઓરડીપાર્થ રાઠોડ મો. 93130 55277સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876● વિસ્તાર : વોર્ડ નં. 4વિસ્તાર : સો-ઓરડી બાલ મંદિર અશ્વિન પરમાર મો.84605 63560સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876● વોર્ડ નં. 5 તથા 13વિસ્તાર : દરબારગઢ, મહેન્દ્રડ્રાઇવ રોડ, મણી મંદિર, નાગનાથ શેરી, પખાલી શેરી, પરા બજાર, શક્તિ ચોક, વણકરવાસ સતીશ બગડા મો. 96010 98178સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876● વોર્ડ નં. 7 તથા 8 વિસ્તાર : લખધીરવાસ, સિપાઈવાસ, વાંકાનેર દરવાજાહિતેશ રવેશિયા મો.98797 80052સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864 ● વોર્ડ નં. 9 તથા 10 વિસ્તાર : ચિત્રકૂટ સોસાયટી, શ્રીકુંજ સોસાયટી, જીઆઇડીસી, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર ખુશ રાજ્યગુરૂ મો.93272 95056સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864● વોર્ડ નં. 11 તથા શક્ત શનાળા વિસ્તાર : શક્ત શનાળા ગામ તથા આ વિસ્તારમાં આવતી સોસાયટીઓનીરવ પટેલ મો.81609 28841સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864● રવાપર વિસ્તાર : રવાપર રોડ, વિજયનગરથી આલાપ નગરની આજુબાજુની સોસાયટી તથા રવાપર ગામઆશિષ રાઠોડ મો. 88663 22523સુપરવાઈઝર વિનુભાઈ ગઢવી મો.92282 20229● વોર્ડ નં. 12 તથા લીલાપરવિસ્તાર : લિલાપર ગામ તથા લીલાપર રોડ પરની તમામ સોસાયટીઓસાગર તન્ના મો.76983 14141 સુપરવાઈઝર વિનુભાઈ ગઢવી મો.92282 20229જો સમસ્યાનો ઉકેલ ન આવે તોમ્યુનિસિપલ કમિશનર મો.99784 22063જિલ્લા કલેકટર મો.99784 05932 (સંપર્ક સમય : 10થી 8)