જીપીએસસીમાં અન્યાય મામલે ઉમેદવાર વિદ્યાર્થીઓનું સરકારને અલ્ટીમેટમ મોરબી : જીપીએસસીની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે મોરબી આવી પહોંચી હતી. અહીં આ સમિતિ દ્વારા જો સોમવાર સુધીમાં અન્યાય દૂર કરવામાં નહિ આવે તો 182 વિદ્યાર્થીઓ ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. મોરબીમાં આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થયાની રાવ સાથે આ સમિતિ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સાથે બેઠક પણ કરી હતી. બાદમાં આ સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે અન્યાય દૂર કરવા સરકારને તેઓ આગામી સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપે છે. જો આ અન્યાય દૂર નહિ થાય તો સોમવારે 124 વિદ્યાર્થીઓ રૂબરૂ અને 58 વિદ્યાર્થીઓ ઓનલાઇન મળી કુલ 182 વિદ્યાર્થીઓ મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી તેઓને મત ન આપવાની અપીલ કરશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate