શાંતિપૂર્ણ વિરોધ છતાં ન્યાય નહીં મળે તો સરદારના માર્ગે લડત ઉગ્ર બનાવવાની ચીમકીમોરબી : જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં મહિલાઓ પણ રણચંડી બનીને સક્રિયપણે જોડાઈ છે. મહિલા આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો નારી શક્તિ નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરશે. 'જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે' તેવી ઉક્તિને સાર્થક કરતા મહિલાઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, પરંતુ જો સરકાર તેમની વાત નહીં સાંભળે તો નારીને નારાયણી બનતા વાર નહીં લાગે.આંદોલન સ્થળે મહિલાઓ હાથમાં ખરપિયા અને દાતરડા જેવા ખેતીના ઓજારો સાથે વિરોધ નોંધાવી રહી છે. આ અંગે વાત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે જે હાથે તેઓ પોતાના બાળકોને ઉછેરે છે, તે જ હાથે અન્યાય સામે લડવા માટે હથિયાર પણ ઉપાડી શકે છે. હાલમાં ખેડૂતો ભૂખ હડતાલ પર બેઠા છે, પરંતુ જો સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ સરદાર પટેલના માર્ગે ચાલીને ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છે. જરૂર પડ્યે ફરીથી ગાંધીનગર જવાની તૈયારી પણ આંદોલનકારીઓએ દર્શાવી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન અડગ રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#MorbiUpdate #Jetpar #Morbi #FarmersProtest #KhedutAndolan #WomenEmpowerment #GujaratNews #MorbiNews