એન.એસ.યુ.આઇ.એ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી શૈક્ષણિક સંસ્થાઓના ડોમ દૂર કરવા 8 દિવસની મહેલત આપી મોરબી : મોરબી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં ગેરકાયદે ઉભા કરેલા ડોમ વિધાર્થીઓની સલામતી માટે જોખમી હોવાથી ફરિયાદ સાથે એન.એસ.યુ.આઇએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું અને શાળા કોલેજમાં ઉભા કરેલા જોખમી ડોમ દૂર કરી ફાયર સેફટીના નિયમોના પાલન માટે આઠ દિવસમાં કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર અદોલન કરવાની ચીમકી આપી છે. મોરબીમાં આજે એન.એસ.યુ.આઇ.સંગઠનના હોદેદારો દેવેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, કે.ડી પડસુમબીયા, કે.ડી. બાવરવા, મનોજ પનારા સહિતનાએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપીને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના હળવદ,ટંકારા, વાંકાનેર, મોરબી તાલુકામાં આવેલ શાળા કોલેજોમાં ગેરકાયદે ડોમ બનાવીને તેમના વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે.જો કે તેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા હોતી નથી.ત્યારે કદાચ આગ લાગે તો વિધાર્થીઓ માટે આ ડોમ જોખમી સાબિત થાય તેમ છે .તાજેતરમાં સુરતમાં બનેલી આ ઘટના પરથી ફલિત થાય છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં ડોમ વિધાર્થીઓ માટે અતિ ખતરનાક રહે છે.ત્યારે સુરતની ઘટના બન્યા પછી પણ તંત્ર આ બાબતે પગલાં લેવામાં કેમ ગંભીરતા દાખવતું નથી? શુ સુરત જેવી ઘટના બનવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે? સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં આવા જોખમી ડોમ હટાવી લેવામાં આવ્યા છે તો મોરબીમાં કેમ નહિ? ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં જોખમી ડોમ દૂર કરવા અને ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવા માટે કાર્યવાહી કરવાના આઠ દિવસની મહેલત આપી છે જો આ અંગે આઠ દિવસમાં કોઈ કાર્યવાહી ન કરાઇ તો ઉગ્ર અદોલનની ચીમકી આપવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne