મોરબી : હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે મોરબી કોંગ્રસના આગેવાનોએ એલાન કર્યું છે કે મોરબી જિલ્લામાં જો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવેશે તો તેનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવશે.મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જી.ઇ.બી દ્વારા ઘરે ઘરે ફરી પરાણે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી થઈ રહી છે તે ગેરકાયદેસર છે. કારણ કે, એડવાન્સ પૈસા ભરી રિચાર્જ કરાવો તો જ પાવર વાપરવા મળે તે ગેરકાયદેસર છે. વસ્તુ ખરીદીએ ત્યાર બાદ જ પૈસા ચૂકવવા ના હોય જેના બદલે જી.ઇ.બી પહેલા પૈસા બાદમાં પાવર આપવા માંગે છે તે વ્યાજબી નથી તેવી જ રીતે આ સ્માર્ટ મીટરને કારણે બેરોજગારી વધશે. કારણ કે, મીટર રીડર તેમજ જી.ઇ.બી.ના કલેક્શન કરતા લોકોને પણ નોકરીમાંથી છુટા કરવા પડે તેથી લોકોમાં બેરોજગારી વધશે.તેમજ કોંગ્રેસે આ સ્માર્ટ મીટર ખામી યુક્ત હોવાનું જમાવી પહેલા લોકોને બે મહિનાનો પાવર વપરાશ 3 હજાર રૂપિયા હતો અને આ સ્માર્ટ મીટર લગાવવાથી 3 હજારના બદલે આ સ્માર્ટની મીટર થી 20 દિવસમાં 3 હજાર રૂપિયાનો પાવર વપરાશ બતાવવામાં આવે છે આમ મીટરમાં ખામી રાખી પ્રજા પાસેથી વઘારે પૈસાની લૂંટ કરવામાં આવી રહી છે. આવા સ્માર્ટ મીટર મોરબી જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં નાખવામાં ના આવે અને જો દબાણ કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તો પ્રજાને સાથે લઈ આંદોલન કરવામાં આવશે એવું કોંગ્રેસ આગેવાનોએ એલાન કર્યું છે.