ખાનપર ગામે કોયલીના ચાર શખ્સોની દાદાગીરી મોરબી : મોરબીના ખાનપર ગામે આઈસ્ક્રીમના પૈસાની લેતી દેતી મામલે કોયલી ગામના ચાર શખ્સોએ ગાડીમાં આવી વેપારીને પાવડાના હાથા વડે ધોકાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા અને દુકાન ધરાવતા ભરતભાઇ કેશવજી જીવાણી (ઉ.વ-૪૯) વાળા પોતાની દુકાને હતા ત્યારે આરોપી મુકેશભાઇ બચુભાઇ બોરીચા (રહે-કોયલી)વાળાએ મુન્નાભાઇ બોરીચા પાસેથી આઈસ્ક્રીમના પૈસા લેવાની ભરતભાઇને ના પાડવા છતા મુન્નાભાઇએ આઇસ્કીમના પૈસા આપતા પૈસાની લેતી દેતી મામલે આરોપી મુકેશભાઈ સાથે ભરતભાઇને બોલાચાલી થઈ હતી. બાદમાં આ બોલચાલનો ખાર રાખી આરોપી મુકેશ બોરીચા અને ત્રણ અજાણ્યા શખ્સો કારમાં આવ્યા હતા. ગાળો આપી પાવડાના હાથા વડે હાથમાં ફેકચર જેવી ઇજા કરી તેમજ માથામાં માર મારી ઇજા પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..