મોરબી એકેડમિક એસોસિએશને કલાસીસો ચાલુ કરવા યોગ્ય નિર્ણય લેવા તેમજ કલાસીસ સંચાલકોને રાહત પેકેજ આપવાની સરકાર સમક્ષ માંગ ઉઠાવી મોરબી : કોરોના હવે ઘણો કાબુમાં આવી ગયો છે. મૃત્યુદર શૂન્ય છે. અને નવા કેસીસ નહિવત છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સહમત છે છતાં જેમ બઘા વેપાર-ધંધા-વ્યવસાય, મંદિર, મસ્જિદ, ચર્ચ, જિમ, સ્વિમીંગ પુલ, ખુલી ગયા તો કલાસીસ કેમ નહિં? ૧૫-૧૫ મહિના બાદ પણ કલાસીસ ચાલુ ન થતા આ શિક્ષકોના પરિવારોની કફોડી હાલત થઈ ગઈ છે. આથી, મોરબી એકેડમિક એસોસિએશને કલાસીસો ચાલુ કરવા યોગ્ય નિર્ણય લેવા અને કલાસીસ સંચાલકોને રાહત પકેજ આપવાની સરકાર સમક્ષ માગણી કરી છે. મોરબી એકેડમિક એસોસિએશનના જણાવ્યા મુજબ ગુજરાતમાં એક લાખથી વધારે કલાસીસ ચાલતા હતા. જેની સાથે ૧૦ થી ૧૫ લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે. ૧૫-૧૫ મહિના બાદ પણ કલાસીસ ચાલુ ન થતા આ શિક્ષકોના પરિવારોનું શું? કેટલાક શિક્ષકોએ તો શિક્ષણ છોડી શાકબકાલુ, પાણી-પુરી, રગડાની લારી કાઢવાનો વારો આવ્યો છે એ એક શિક્ષક માટે કેટલી હદે યોગ્ય છે? આવા શિક્ષકો અને સંચાલકો માટે કોઈ સરકારી રાહત પેકેજ કેમ નહિ? શું શિક્ષકોનો સમાજ ઘડતરમાં બહોળો ફાળો નથી. શિક્ષકોને સંચાલકોને ન્યાય કયારે મળશે? કલાસીસ ખોલવાની સાથે સાથે પોપર્ટી ટેકસ માફ કરવા, લાઇટબિલમાં રાહત આપવા અને કલાસીસ સંચાલકોને માટે રાહત પેકેજ આપવા પણ સરકાર સમક્ષ માગણી કરી છે.