બન્ને શખ્સોએ એક દંપતિને કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી : એસીબીએ છટકું ગોઠવી બન્ને શખ્સોને રંગેહાથ ઝડપ્યા મોરબી : મોરબીમાં પોલીસ હોવાની ઓળખ આપીને ખોટા ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી તોળ કરતા બે શખ્સોને એસીબીએ ટ્રેપ કરીને રંગેહાથ ઝડપી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ બન્ને શખ્સોની પૂછપરછમા ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે તેમ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ખાતે રહેતા દિવ્યરાજસિહ પ્રહલાદસિહ રાણા અને માળીયાના દેવગઢ ગામના રહેવાસી ભાવેશ મોમૈયા સવસેટા નામના બે શખ્સોએ એક દંપતિને ફોન કરીને પોતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી કરણસિંહ બોલુ છુ તમે તમારા ઘરે છોકરી લાવી ધંધો કરાવો છો તેમ કહેતા ફરિયાદી અને તેમના પતિએ આવો કોઈ ધંધો નહી કરતા હોવાનુ જણાવતા આરોપીએ તમારો કેસ કરવો પડશે તેમ કહેતા કેસ નહી કરવાનું કહ્યું હતું અને આરોપીએ કેસ નહી કરવાના અવેજ પેટે રુ.૨૦.૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જેમાં અગાઉ ફરીયાદીએ પ્રથમ રુ.૧૮ ,૦૦૦/- આપેલા બાદ આરોપીએ માસીક રૂ ૧૦,૦૦૦/- આપવા જણાવતા રકઝકના અંતે રૂ. ૫૦૦૦/- નક્કી થતા આજે આપવાનું નક્કી થયું હતું જોકે ફરિયાદી રકમ આપવા માંગતાના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરતા સુરેન્દ્રનગર એસીબી પીઆઈ ઝેડ. જી. ચૌહાણની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને લાંચની રકમ રૂ ૫૦૦૦ સ્વીકારતા બંને આરોપીને ઝડપી લઈને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.