મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા હતા. જેમાં જડેશ્વર બે કરોડ, ટંકારામાં ૧ કરોડ અને માટેલમાં ૫૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોમાં માટેલ ખાતે ઘાટના રીનોવેશન, જડેશ્વર ખાતે પુરાણી વાવનું નવીનીકરણ તથા પગથીયા રીનોવેશન તેમજ ટોઈલેટ બ્લોક બનાવવા જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en