મહિલાઓના હક્કો અને રાજ્યમાં મંજૂર થયેલી 270 નારી અદાલતોની કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુંટંકારા : મહિલાઓના સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા રાજ્યમાં 270 નારી અદાલતો મંજૂર કરવામાં આવી છે. નારી અદાલતોના કાર્ય, હેતુ, કાર્યપદ્ધતિ અને મહિલાઓને તેમના હક્કોની જાણકારી આપવા માટે જિલ્લા પંચાયત મારફતે ટંકારા આઇ.સી.ડી.એસ (ICDS) ઘટક દ્વારા કલ્યાણપર ગામ ખાતે 'નારી સંમેલન' નું આયોજન કરવામાં આવ્યું હતું.નારીના હક્કોની જાણકારી માટે વિવિધ કચેરીઓ જેવી કે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી-મોરબી, બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ-ટંકારા, નારી અદાલત, પોલીસ સ્ટેશન-ટંકારા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને એસ.બી.આઈ (SBI) બેન્ક-ટંકારાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને તેમને લગતી યોજનાકીય જાણકારી અને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના ઉપસચિવ ધ્વનિબેન પંડયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખ ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તથા ટંકારા તાલુકા પંચાયતના મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટંકારા ICDS બાળ વિકાસ યોજના અધિકારી, ઘટક કચેરી સ્ટાફ અને આંગણવાડી કાર્યકર-તેડાગર મહિલાઓ તથા લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટંકારા ICDS ના CDPO તેજલબેન દેકાવાડિયા, ઘટક સ્ટાફ તેમજ જિલ્લા PSE કોર્ડીનેટર રમેશભાઈ ધોરિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #Tankara #Kalyanpar #NariSammelan #WomenEmpowerment #NariAdalat #ICDS #GujaratWomenCommission