ટંકારા : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ વર્ષ 2025માં 8મો પોષણ માહ/પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવવા જણાવેલ હોય તે અંતર્ગત ટંકારા ICDS ઘટક દ્વારા ટંકારામાં ઘટક કક્ષાનો પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા ઘટકના તમામ આંગણવાડી કેન્દ્ર પર પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેકનામ, લજાઈ, મોટા ખીજડીયા ખાતે સેજા કક્ષાનો અને ટંકારામાં ઘટક કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જમાં ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, આરોગ્ય વિભાગના કર્મચારી, તલાટી મંત્રી, શાળાના શિક્ષકો અને વાલીઓ સહભાગી થયા હતા.ICDS ઘટક ટંકારાના અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિતમાંથી અગ્રેડ થયેલા બાળકોને રૂમાલ, ચિત્રપોથી, કલરની કીટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોના વાલી દ્વારા તેમના બાળકનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી કેવી રીતે સુધરી તે વિશે અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO, મુખ્ય સેવિકા, ICDS ઘટક સ્ટાફ, આંગણવાડી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.