મોરબી : આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-૨ કચેરી દ્વારા ચાર મંગળદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ મંગળદિવસે જુના નાગડાવાસ-૧ અને જુના નાગડાવાસ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે 'સુપોષણ સંવાદ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત જુના નાગડાવાસ આંગણવાડી કેન્દ્ર પર ધ્રાંગા રાધિકાબેન અને સાંતોલા પ્રિયાબેનની ગર્ભ શ્રીમંત વિધિ કરવામાં આવી હતી. આ સાથે જ હોળીના તહેવાર નિમિત્તે ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકો સાથે હોળીની પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા લાભાર્થીઓને અપાતા ટી.એચ.આર.ના પેકેટ (બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ) નો વધુમાં વધુ ઉપયોગ થાય તે બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મોરબી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ, નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર, મુખ્ય સેવિકા પુર્વીબેન, અશોકભાઈ તેમજ આંગણવાડી કેન્દ્રના વર્કર અને હેલ્પર બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #ICDSMorbi #Anganwadi #SuposhanSamvad #JunaNagdavas