મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર આઇસીઆઇસીઆઇ બેન્ક નજીક લેન્ડ માર્ક આર્કેડ પાસે પાર્કિંગમાં પડેલી આઈ20 કાર અચાનક સળગી ઉઠી હોવાની ઘટના અત્યારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં બની છે. પહેલા કારમાંથી ઓચિંતા ધૂમાડા નીકળ્યા હતા. બાદમાં તુરંત જ આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો છે. તેવું જાણવા મળી રહ્યું છે.