હળવદના હિમતભાઈએ ટ્રસ્ટી મંડળમાં ફેરફાર અંગે ફેસબુકમાં પોસ્ટ મુકતા રાજકોટના યશનો પીતો છટક્યો હળવદ : હળવદ શહેરમાં રહેતા મોચી જ્ઞાતિના અગ્રણીએ જ્ઞાતિના ટ્રસ્ટમા ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરી તે અંગેની પોસ્ટ ફેસબુકમા મુકતા રાજકોટના યશ રાઠોડ નામના શખ્સે હિમતભાઈને રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખીશ તે મતલબની જાનથી મારી નાખવા અંગે ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આંનદપાર્કમાં રહેતા મોચી જ્ઞાતિના અગ્રણી હિમતભાઈ મગનભાઈ ચાવડાએ જ્ઞાતિના ટ્રસ્ટીઓના કહેવાથી ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરી જે અંગેની એક પોસ્ટ ફેસબુક ઉપર મૂકી હતી. વધુમાં હિમતભાઈએ ફેસબુકમાં મુકેલી પોસ્ટ વાંચી રાજકોટ રામાપીર ચોકડી નજીક રૈયા રોડ ઉપર રહેતા યશ ધર્મેન્દ્રભાઈ રાઠોડ નામના યુવાને હિમતભાઈને ફોન કરી જેમ ફાવે તેમ વાત કરી રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાની જાનથી મારી નાખવા ગર્ભિત ધમકી આપતા હળવદ પોલીસે હિમતભાઈની ફરિયાદને આધારે રાજકોટના યશ રાઠોડ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.