મોરબી તાલુકાના છેવાડાના આમરણ ગામની ઘટનાથી વેપારીઓમાં રોષ મોરબી : મોરબી તાલુકાના છેવાડાના આમરણ ગામમાં ગઠિયા દાદા બેકાબુ બન્યા છે અને કારીયાણાના વેપારીએ ઉધારમાં માલ આપવાની ના પાડતા વેપારીને મારમારી વચ્ચે છોડાવવા પડેલા વેપારીના પત્નીનું માથું ફોડી નાખી બન્ને લુખ્ખાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ જુના આમરણ ગામે કરિયાણાની દુકાન ધરાવતા અમિતભાઇ ભુપતભાઇ સોમૈયા (ઉં.વ.૩૯) પોતાની દુકાને હતા ત્યારે રાજ ડાંગર અને પરેશ દિલીપભાઇ કાસુન્દ્રા (રહે. બન્ને બેલા-આમરણ) રાત્રીના સમયે દુકાને આવ્યા હતા અને બાકીમાં કરિયાણું આપવા બાબતે બોલાચાલી કરી વેપારી અમિતભાઈને ધોકા વડે મારમારવા લાગ્યા હતા. આ સમયે અમિતભાઈના પત્ની પતિને બચાવવા વચ્ચે પડતા બન્ને લુખ્ખાઓએ મહિલાના માથામાં ધોકો ઝીકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર બનાવ અંગે અમિતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઠિયા દાદા બનીને હુમલો કરનાર આરોપી રાજ ડાંગર અને પરેશ દિલીપ કાસુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્ને ડોનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..