ગંભીર ઓપરેશન બાદ પોતાના જન્મદિવસે કાંતિલાલ અમૃતિયાએ જાહેર કર્યો પ્રથમ વિડીયો સંદેશ : જન્મદિવસે સેવાકાર્યો જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી મોરબી : મુંબઈ ખાતે ગંભીર ઓપરેશન કરાવ્યા બાદ આજે પોતાના ૬૪મા જન્મદિવસે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પ્રથમ વખત વિડીયો સંદેશ જાહેર કરી મોરબીની જનતાનો આભાર માન્યો છે. આ વિડીયો સંદેશમાં તેમણે પોતાની તબિયતની માહિતી આપવાની સાથે-સાથે મોરબીમાં ચાલતી દાદાગીરી અને લુખ્ખાગીરી સામે કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ સંકેત પણ આપ્યા છે.મુંબઈમાં ૮ કલાક ચાલ્યું મેજર ઓપરેશન, લોકોની પ્રાર્થના ફળીવિડીયોમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે તેઓ ગત ૨૮ તારીખે મુંબઈ આવ્યા હતા અને અહીં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમના ઓપરેશનના દિવસે આશરે ૮ કલાક જેટલું લાંબુ મેજર ઓપરેશન ચાલ્યું હતું. આ સમય દરમિયાન મોરબી શહેર અને ગામડે-ગામડે લોકોએ તેમના સ્વાસ્થ્ય માટે હવન અને રામધૂન કર્યા હતા. ત્યારબાદ એક અઠવાડિયા પછી તેમનું બીજું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બીજા ઓપરેશન બાદ શનિવારે મોરબીમાં ઠેર-ઠેર હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું અને તેમને અત્યંત આનંદ થયો હતો. તેમની અધૂરી રહેલી ચોટીલાની માનતા તેમની દીકરી, જમાઈ અને અન્ય લોકોએ પૂરી કરી તે બદલ પણ તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.જન્મદિવસ પર થયેલા સેવા કાર્યોની કરી સરાહનાઆજે કાંતિલાલ અમૃતિયાના ૬૪ વર્ષ પૂરા થયા છે ત્યારે લોકોના પ્રેમ અને લાગણીઓ જોઈને તેઓ અત્યંત ખુશ થયા હતા. તેમના જન્મદિવસે મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ગૌમાતા માટે ઘાસચારો, પશુ-પક્ષીઓ માટે ચણ અને અન્ય જીવદયાના કાર્યો થયા તે બદલ તેમણે તમામ લોકોનો આભાર માન્યો હતો.નિર્દોષની હત્યા અને દાદાગીરીના બનાવો વધ્યા, મને કડક હાથે કામ લેતા આવડે છે : કાંતિલાલ પોતાના વિડીયો સંદેશમાં કાંતિલાલ અમૃતિયાએ એક અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દુઃખ સાથે જણાવ્યું કે, મોરબીમાં નિર્દોષ લોકોની હત્યા અને દાદાગીરી વધી છે. તેઓ ભલે સારવાર અર્થે મુંબઈ છે પણ ત્યાં બેઠા-બેઠા પણ આ તમામ બાબતોનું ફોલોઅપ લઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, તેઓ એકાદ મહિનામાં મોરબી પરત ફરશે અને ત્યારબાદ કડક હાથે કામ કઈ રીતે લેવું તે તેમને બરાબર આવડે છે. વર્ષોથી જે તેમનો કડક સ્વભાવ છે તે જળવાઈ રહેશે અને આવા તત્વો સામે કોઈપણ કામમાં બાંધછોડ કરવામાં નહીં આવે.એક મહિનામાં હું મોરબી પરત ફરીશ, લોકોએ આપેલા જુસ્સાને ટકાવી રાખીશ : કાંતિલાલમોરબીની જનતાએ છેલ્લા દોઢ મહિનામાં તેમને જે જુસ્સો અને હિંમત આપ્યા છે તે બદલ આભાર માનતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, તેઓ આવતા એકાદ મહિનામાં સંપૂર્ણ સ્વસ્થ થઈ મોરબી આવી જશે. મોરબીની જનતા તરફથી મળેલા આ જુસ્સાને ટકાવી રાખવા તેઓ હંમેશા જાગૃત રહેશે અને લોકહિતના કામોમાં ક્યારેય પીછેહઠ નહીં કરે.#KantilalAmrutiya #Morbi #MorbiUpdate #MorbiNews #GujaratPolitics #BirthdayMessage #MorbiCity #StrictWarning