અબાલ,વૃદ્ધ સૌ કોઈ માટે મોરબીમાં ક્રિષ્ના એકઝિબિશનનો પ્રારંભ, ફ્રી એન્ટ્રી મોરબી : મોરબીમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના મેલા ગ્રાઉન્ડ ખાતે ક્રિષ્ના એકઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રમકડાં, બાળકોના મનોરંજનના સાધનો, જવેલરી સહિત 25 સ્ટોલોનો ખજાનો ઉપલબ્ધ છે.ક્રિષ્ના એકઝિબિશન આગામી તા.15 સપ્ટેમ્બર સુધી ચાલશે. મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના મેલા ગ્રાઉન્ડમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિતે ક્રિષ્ના ઉસત્વ મેળાનું સુદર આયોજન કરવામાં આવે છે.પરંતુ કોરોનાને કારણે સતત બીજા વર્ષે ક્રિષ્ના ઉસત્વ મેળાને રદ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીવાસીઓ સરકારની કોવિડની ગાઈડલાઈનના ચુસ્તપણે અમલ સાથે બાળકો મનોરંજન માણી શકે અને બાળકો માટે રમકડાં તેમજ મહિલાઓ માટે અવનવી વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદી શકે તે માટે મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના મેલા ગ્રાઉન્ડમાં ક્રિષ્ના એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ક્રિષ્ના એકઝાબિશનનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં તદ્દન ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આ ક્રિષ્ના એકઝીબિશનમાં બાળકો માટે રમકડાં, રમત ગમતના સાધનો તેમજ મહિલાઓ માટે જવલેરી, ચંપલ, પર્સ, શુદ્ધ પૌષ્ટિક આહારન ખાણી-પીણીના સ્ટોલ સહિત કુલ 25 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ તમામ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે મળી શકશે. તેથી આયોજકો દ્વારા મોરબીવાસીઓને કોવિડની સરકારની ગાઈડલાઈનના પાલન સાથે એકઝિબિશનનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..