તા. 5 ફેબ્રુઆરીના સવારે 4 કલાકે મોરબીથી માટેલધામ જવા કાફલો નીકળશે મોરબી : મોરબીમાં આઈ શ્રી ખોડિયાર ગૃપનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે આઈ શ્રી ખોડિયાર ગૃપ જન્મ જયંતિ ઉત્સવનું મોરબીના હસમુખભાઈ પ્રવીણભાઈ સાવરિયા અને જોષનાબેન હસમુખભાઈ સાવરિયા દ્વારા તા. 5-2-2025ને બુધવારના રોજ સવારે 8 કલાકે માટેલધામ (53) બાવન ગજની ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 4-2-2025ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે આઈ શ્રી ખોડીયારનો રોજો સાતે બહેનોનો રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માટેલધામ મંદિરના પૂજારી પધારશે. તા. 5-2-2025ને બુધવારના રોજ સવારે 4 કલાકે મોરબીથી માટેલ જવા નીકળશે. સવારે 11 કલાકે મહાઆરતી, તેમજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ભુવા કનુ મહારાજ, ભુવા મલુભાઈ, ભુવા વાલજીભાઈ, ભુવા પરસોત્તમભાઈ અને ભુવા દેવજીભાઈ ઉપસ્થિત રહેશે.