આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હોવાનો દાવો હિતેશ ભટ્ટે ફગાવ્યોમોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હિતેશભાઈ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય ત્યારે આ દરમ્યાન હિતેશભાઈ ભટ્ટ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.હિતેશભાઈ ભટ્ટનું કહેવું છે કે, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મને સસ્પેન્ડ કરવાનો દાવો કર્યો છે પરંતુ એ પહેલાં જ મેં મારું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને મોરબી કચ્છ પ્રમુખને વોટ્સએપ દ્વારા જ જણાવેલ છે તો મને સસ્પેન્ડ કર્યાનો દાવો હું નાટકીય ગણાવું છું.આ રાજીનામુ આપવાનું સ્પષ્ટ કારણ એ છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી પુરી થતા જ કેટલાક રતનદુખિયા ભૂગર્ભમાં અજ્ઞાત વાસમાં ઉતારી ગયેલા. અચાનક મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા બહાર આવ્યા છે. અને મારા સાથી મિત્રોને 24 કલાકમાં વોર્ડની નિમણૂક આપવાનું પ્રેશર આપતા મેં રાજીનામુ આપ્યું છે. હજુ આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી અનેક રાજીનામા આવશે. જે અંગે હાલ આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન બચાવવા આત્મ મંથન કરવાની જરૂર છે.હિતેશભાઈ ભટ્ટે પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહીલના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસનો હાથ મજબૂત કરવા કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે તેમ જણાવ્યું હતું.