મોરબી: મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન કરી જોખમી રીતે વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે, સોશિયલ મીડિયા પર તાજેતરમાં મયુર પુલ પર ખતરનાક રીતે સ્ટંટ કરતો એક રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો હતો.વાયરલ વીડિયોની ગંભીર નોંધ લઈને મોરબી ટ્રાફિક શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રીક્ષા ચાલકે પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, 'સ્ટંટ કરવાની મારી ભૂલ થઈ ગઈ, તમે આવી ભૂલ ન કરશો.'