મોરબી : મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનને છોડી પત્ની તેના માતાપિતા સાથે ચાલી ગયા બાદ કોર્ટ કેસ થતા આજે યુવાને સોશિયલ મીડિયા ઉપર લાઈવ થયા બાદની ગણતરીની ઘડીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, જિંદગીની અંતિમ ઘડીએ ફેસબુક સહિતના સોશિયલ મીડિયા મારફતે મૃતક યુવાને યુવતીને સંબોધીને મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુન્હોને... તારા મા-બાપે મને બહુ હેરાન કર્યો હવે હું મરી જાવ છું... સહિતની અનેક વાતો કહી હતી અને અંદાજે 6 મિનિટ 43 સેકન્ડના વિડીયોમાં આખી કહાની દોહરાવે છે. હાલ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. https://youtu.be/4nSGbcYxqYE મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.25) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમલગ્ન જવાબદાર હોવાનું આપઘાત કરતા પૂર્વે ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક લાઈવ અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું હતું અને લાઈવ થયા બાદ ગણતરીની ઘડીઓમાં જ તેને ગળેફાંસો ખાઈ લીધો હતો. વધુમાં ફેસબુક ઉપર લાઈવ થઇ કિશનભારથી ગૌસ્વામીએ તેને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરી યુવતી, તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી હવે તે જીવી શકે તેમ ન હોવાનો ઉલ્લેખ કરી આ પોતાનો છેલ્લો વિડીયો હોવાનું અને ભગવાન હવે બીજા ભવમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું હતું. દરમિયાન કિશનભારથીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાંજે પાંચ વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે અને હાલ વી.પી.છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તપાસનીશ અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનના પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે જેમાં આજે મુદતે મૃતકના પત્ની હાજર રહ્યા ન હોવા ઉપરાંત પત્નીને તેડવા છતાં ન આવતા આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતક કિશનભારથીના પરિવારજનો જણાવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યુ હતું. જો કે, વિડીયો અંગે પોલીસને જાણકારી ન હોવાનું જાણવા મળે છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..