મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે 'હું ભારતમાતાને ચાહું છું' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ભારત માતા પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરવા આ દિવસે 'I love Bharat Mata' કાર્યક્રમ યોજેલ છે. કાર્યક્રમ તા. 14ના રોજ સ્વામિનારાયણ મંદિરની બહાર, જીઆઇડીસી રોડ, મોરબી ખાતે સવારે 10:00 કલાકે રાખેલ છે. તો આ કાર્યક્રમમાં સમગ્ર મોરબીના દેશપ્રેમી નાગરિકોને ભારત માતાનું પૂજન કરી પુષ્પ અર્પણ કરવા હાર્દિક આમંત્રણ છે.