આ મારા ધંધાનો પર્સનલ વિષય છે, અમુક લોકો મને બદનામ કરી રહ્યાં છે, હું ભાગી જવાનો નથી : જયંતિભાઈhttps://youtu.be/jtJKXLU7uy0?si=4avRe37wYkGIgcpPમોરબી : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપર ધરખમ દેવું થઈ ગયું છે. જેથી તેઓ ભારત છોડી દુબઇ ચાલ્યા જવાના છે. વાયુ વેગે પ્રસરેલી આ વાતનું જિલ્લા ભાજપ પ્રમુખે ખંડન કર્યું છે. તેઓએ જાહેર કર્યું છે કે હું ક્યાંય વિદેશ જવાનો નથી. જાહેર જીવનમાં જ રહેવાનો છું. છેલ્લા ઘણા સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા ઉપર દેવુ હોવાની વાત ચોરે અને ચોકે ચર્ચાનો વિષય બની છે. તેવામાં જયંતીભાઈ રાજકોટિયાએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે આ મારો ધંધાનો પર્સનલ વિષય છે. જે 70 ટકા જેવો પૂરો થઈ ગયો છે. અને બાકીનો વિષય પણ એકાદ બે વર્ષમાં પૂરો થઈ જશે. આ મને બદનામ કરવા ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે.જયંતીભાઈ રાજકોટિયાએ ભારપૂર્વક જણાવ્યું કે હું જાહેર જીવનમાં છું. વિદેશ જવાનો નથી. આજે પણ સવારથી કાર્યાલય ખાતે આવી જાવ છું. પાર્ટીના તમામ કાર્યક્રમમાં હોવું છું. જાહેર જીવનમાં જ છું. બે ત્રણ વિઘ્નસંતોષી લોકોના કારણે બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એના કારણે તકલીફો છે. બાકી કોઈ ચિંતાનું કારણ નથી. આજે હું બજારમાં લોકોની વચ્ચે જ છું.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના ઘર નીચે ઉઘરાણી કરવા આવેલ મહિલાઓનો વિડીયો વાયરલ થયો હતો. ઉપરાંત તેમના લેણદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું. જોકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ તેમના નાણાંકીય વ્યવહારોના વિવાદની વાતો વચ્ચે ખુલ્લીને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યાય વિદેશ ભાગી જવાના નથી. તેઓ મોરબી જ છે અને મોરબીમાં જ રહેવાના છે.