રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ ઉદ્દભવેલ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં કગથરા મોરબી : ટંકારા ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા લલતિભાઇ કગથરાએ ગૃહ મંત્રી સાથેની મિટિંગ અંગે આજે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે તેઓ ગૃહ મંત્રી સાથે ખાનગીમાં કોઈ મિટિંગ નથી કરી. અધિકારીઓ અને અન્ય આગેવાનોની હાજરીમાં જ મિટિંગ કરી છે. અને તેઓ કોંગ્રેસ સાથે જ છે અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે તેવી ભાર પૂર્વક સ્પષ્ટતા કરી છે. ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિત કાગથરા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચેની મિટિંગ અંગે લલિત કગથરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા માટે મોરબી આવેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને તેઓ ઔપચારિક રીતે જ મળ્યા હતા. તેમની આ મુલાકાત અંગે સ્પષ્ટ પણે તેઓએ કહ્યું હતું કે આ કોઈ ખાનગી મિટિંગ ન હતી. આ મિટિંગમાં અધિકારીઓ અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત હતા. અને સાથે લલિત કગથરાએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે હું કાયમ માટે કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું, ગૃહ મંત્રી મોરબી આવ્યા હોવાથી તેમના મતવિસ્તાર અંગેની સ્થિતિ અંગે જ ગૃહમંત્રીને મળ્યા હોવાનું ભાર પૂર્વક સ્પષ્ટ પણે જણાવ્યું હતું.