મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં બનેલી ઘટના મોરબી : મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવકે ગતરાત્રે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પત્ની રિસામણે પિયરમાં ચાલી જતા મૃતકને લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ લૂકાસો સીરામીક કારખાના રહીને મજૂરી કામ કરતા સુનિલભાઈ માંગીલાલ પારઘી (ઉ.વ.21) નામના પરપ્રાંતીય યુવકે ગતરાત્રીના 10 વગ્યાની આસપાસ પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. આર.બી. વ્યાસે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, મૃતકના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા.પણ પત્ની સાથે કોઈને કોઈ બાબતે ઝઘડા થતા તે રિસામણે પિયર ચાલી ગઈ હતી. દરમિયાન મૃતક યુવાન એક મહિના પહેલા મજૂરી કામે મોરબી આવ્યો હતો. આથી પત્ની સાથે ફરી સમાધાન કરીને તેડી લાવ્યો હતો. પણ પત્ની સાથે મનમેળ નહિ જામતા ઝઘડા થતા ફરી પત્ની રિસામણે પિયર ચાલી ગઈ હતી. આથી આ બાબતે મનોમન લાગી આવતા યુવકે આ અંતિમ પગલું ભરી લીધાનું પોલીસે જણાવી આગળની તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..